- ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક યોજાઈ
- કાર્યકારીણીમાં 2022ની રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પર ચર્ચા
- 100 કરોડ વેક્સિનેશનની સિદ્ધિ પર ચર્ચા
અમદાવાદ: 7 નવેમ્બરે ભારતીય જનતા પાર્ટી (BJP) ની રાષ્ટ્રીય કારોબારીની બેઠક (national executive meeting) યોજાઇ હતી. જેમાં ગુજરાતમાંથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકર, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તથા સાંસદ રમીલા બારા જોડાયા હતા. આ કાર્યકારિણીમાં કોરોનામાં મૃત્યુ પામેલા લોકો માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જે બાદ કોરોના વેક્સિનેશનમાં 100 કરોડનો આંકડો પાર કરવા બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા. કોરોના કાળ દરમિયાન કરેલા સરકારી કાર્યો પર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારે કરેલા નિર્ણાયક કાર્યો અને વિકાસ કાર્યોની ચર્ચા કરાઇ હતી.
ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણી બેઠકનો મુખ્ય મુદ્દો 2022ની રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આ પણ વાંચો: Augusta Westland પરથી મોદી સરકારે હટાવ્યો પ્રતિબંધ, કોંગ્રેસે પૂછ્યું, કઇ લોન્ડ્રીનો ઉપયોગ કર્યો?
આગામી ચૂંટણીઓ પર ચર્ચા
બેઠકમાં તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસા ઉપર ટીકા કરવામાં આવી હતી. સાથે જ આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, તેલંગાણા, તમિલનાડુ કેરળ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો. બુથ સમિતિ રચનાનું કાર્ય 25 ડિસેમ્બર સુધી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. કાર્યકરો સુધી વડાપ્રધાનની 'મન કી બાત' પહોંચાડવાનું કાર્ય થશે. 'હર ઘર દસ્તક' કાર્યક્રમમાં ભાજપના દસ લાખ આરોગ્ય સ્વયંસેવકો જોડાશે.
આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં પેટ્રોલનો ભાવ માત્ર 67 રૂપિયા, એક ક્લિક પર ફાયદો...
ફક્ત જીત ઉપર ચર્ચા
તાજેતરની જુદા જુદા રાજ્યોની પેટાચૂંટણીમાં ભાજપ (BJP) ને ધારી સફળતા મળી નથી પરંતુ બેઠક (national executive meeting) માં ફક્ત જીતાયેલી સીટો ઉપર સફળતાની વાત કરવામાં આવી હતી. વાત ચોક્કસ છે કે, ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને સક્રિય થઇ ચૂક્યુ છે. ભાજપની જીતમાં મોંઘવારી એક મોટો પડકાર બની શકે તેમ છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આગામી 17 નવેમ્બરના રોજ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રાજ્યની કાર્યકારિણીની બેઠક યોજાશે.