- પ્રેમમાં પાગલ યુવતીએ કર્યું ન કરવાનું
- એક્સ બોયફ્રેન્ડની મંગેતરના ન્યૂડ ફોટા કર્યા વાયરલ
- પરિવારને જાણ થતાં પ્રેમ સંબધ તૂટ્યો હતો
અમદાવાદ: કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પણ પ્રેમની ઘેલછામાં આચરેલું કૃત્ય હંમેશા અપરાધ જ કહેવાય છે. અને આવો જ અપરાધ કરનારી યુવતીની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે. યુવતીએ પોતાના એક્સ બોયફ્રેન્ડને સબક શીખડાવવા તેની મંગેતરના ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. જે અંગેની ફરિયાદ સાઇબર ક્રાઇમ (Cyber Crime) માં નોંધાતા યુવતીની ધરપકડ કરવામાં આવી હતી.
ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું
નરોડામાં રહેતી 22 વર્ષની એક યુવતીએ તેના એક્સ બોયફ્રેન્ડની સગાઈ તોડાવા માટે તેની ફિયાન્સીના નામથી ઈન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. યુવતીએ આ બાદ તેના પ્રોફાઈલ ફોટોમાં ન્યૂડ ફોટો મૂકીને પૂર્વ પ્રેમીને રિક્વેસ્ટ મોકલી હતી. જે બાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા પોલીસે એકાઉન્ટના આઈ.પી લોગ્સની માહિતી મેળવતા યુવકની પૂર્વ પ્રેમિકાએ જ આ હરકત કરી હોવાનું સામે આવ્યું હતું.