ગુજરાત

gujarat

ETV Bharat / city

ખોટા બિલ બનાવી લાખો રૂપિયા ખંખેરનાર ડોક્ટર સામે કાર્યવાહી, લાયસન્સ 3 વર્ષ માટે રદ - Gujarat Medical Council

કોરોના કાળમાં દર્દીઓ પાસેથી કોરોના સારવારના નામે લાખો રૂપિયા પડાવનાર ડોકટરનું લાયસન્સ આખરે 3 વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે.અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનની ફરિયાદ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડોકટર વિપુલ પટેલનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.

ખોટા બિલ બનાવી લાખો રૂપિયા ખંખેરનાર ડોક્ટર સામે કાર્યવાહી, લાયસન્સ 3 વર્ષ માટે રદ
ખોટા બિલ બનાવી લાખો રૂપિયા ખંખેરનાર ડોક્ટર સામે કાર્યવાહી, લાયસન્સ 3 વર્ષ માટે રદ

By

Published : Oct 13, 2020, 1:44 PM IST

અમદાવાદ: કોરોના કાળમાં દર્દીઓ પાસેથી કોરોના સારવારના નામે લાખો રૂપિયા પડાવનાર ડૉકટરનું લાયસન્સ આખરે 3 વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે.અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનની ફરિયાદ બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડોકટર વિપુલ પટેલનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે.

વિગતે વાત કરીએ તો ડૉકટર વિપુલ પટેલ પાસે MBBSની ડીગ્રી હતી, છતાં તેઓ MD હોવાનું જણાવતાં હતાં. કોરોનાના કપરા કાળમાં પુષ્પ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરાવ્યાં હતાં, જેમાંથી એક દર્દી પાસે 19 લાખ બિલપેટે માંગ્યા હતાં અને હોસ્પિટલના 4.5 લાખ જ ચૂકવ્યાં હતાં. બાદમાં રકમના ચેક લેવા મિશન એન્ટરપ્રાઇઝના નામે ખોટી સંસ્થા પણ ઊભી કરી હતી. જે બાદ દર્દીએ વીમા કંપનીમાં બિલ આપ્યું હતું અને વીમા કંપનીએ તપાસ કરાવતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં મિશન એન્ટરપ્રાઇઝ ખોટી ઊભી કરેલ સંસ્થા છે તેવું જાણવા મળ્યું હતું.

ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડોકટર વિપુલ પટેલનું લાયસન્સ રદ કરવામાં આવ્યું
સમગ્ર મામલો સામે આવતાં અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા મેડિકલ કાઉન્સિલમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના આધારે ગુજરાત મેડિકલ કાઉન્સિલે ડોકટર વિપુલ પટેલનું લાયસન્સ 3 વર્ષ માટે રદ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details