અમદાવાદ:હાલ ભારતભરમાં નવી રિલીઝ થઈ રહેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મ ટ્રેન્ડિંગમાં (the kashmir files tax free in gujarat) છે, ત્યારે બહુચર્ચિત આ ફિલ્મ અંગે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે ધ કાશ્મીર ફાઈલ્સને ગુજરાતમાં કરમુક્તિ જાહેર કરી છે. CMO Gujarat દ્વારા એક ટ્વીટ કરીને જણાવ્યું કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મના વખાણ કરી ચૂક્યા છે.
કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારીત ફિલ્મ: આ ફિલ્મમાં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્કતી (the kashmir files) અભિનીત છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની વ્યથા પર (plight of Kashmiri Pandits) આધારીત છે. ધ કાશ્મીર ફાઇલ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોને 1990ની સાલમાં ઘરમાંથી કઈ રીતે બહાર ફેંકી દેવામાં આવ્યા હતા તે દુઃખદ ઘટનાને વિસ્તારમાં દર્શાવામાં આવી છે. તાજેતરમાં જ હરિયાણા સરકારે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની ઘોષણા કરી હતી. એક્સાઇઝ અને ટેક્સેસન ડિપાર્ટમેન્ટે હરિયાણામાં આ ફિલ્મને કરમુક્ત કરવાની સત્તાવાર ઘોષણા કરી હતી.