ગુજરાત

gujarat

By

Published : Oct 10, 2019, 11:00 PM IST

ETV Bharat / city

B.ed કોલેજોમાં ફરજીયાત બાયોમેટ્રિક હાજરીના NCTEના નિયમ પર હાઇકોર્ટે સ્ટે આપ્યો

અમદાવાદઃ B.ed કોલેજોમાં ફરજિયાત બાયોમેટ્રિક હાજરી માટેના નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન (NCTE)ના જાહેરનામાને પડકારતી અરજી કરવામાં આવી હતી.જે મુદ્દે જસ્ટિસ બીરેન વૈષ્ણવે અરજદારને વચગાળાની રાહત આપતા જાહેરનામાના અમલ સામે સ્ટે ફરમાવ્યો છે.આ કેસની વધુ સુનાવણી ૧૮મી નવેમ્બરના રોજ કરવામાં આવશે.

ફાઈલ ફોટો

હાઇકોર્ટે અગાઉ NCTEને નોટિસ પાઠવી આ નિર્ણય NCTE દ્વારા લેવાયો છે કે,નહીં તેની સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો હતો.પરંતુ ગુરૂવારે આ કેસની સુનાવણી દરમિયાન NCTE તરફથી કોઇ હાજર થયું ન હતું. આ મુદ્દો હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે ધી સોસાયટી ઓફ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા સિનીયર એડવોકેટ સુધીર નાણાવટી મારફતે હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી છે.જેમાં જણાવવામાં આવ્યું હતું કે, NCTE દ્વારા એક જાહેરનામું કરીને તમામ B.ed કોલેજોના વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બાયોમેટ્રિક હાજરીનો નિર્ણય કરવામાં આવ્યો હતો.દેશની 18 હજાર જેટલી સંસ્થાઓને આ નવો નિમય અમલમાં મુકવાની તાકીદ કરવામાં આવી હતી. પરંતુ આ પ્રકારનું જાહેરનામું કરવાની સત્તા કાઉન્સિલને નથી. કેમ કે આ સત્તા જે તે કોલેજને માન્યતા આપનારી યુનિવર્સિટીને હસ્તક હોય છે.

એટલું જ નહીં B.ed કોલેજો માટે આ પ્રકારના નિયમો અમલમાં મુકવા મહદંશે શક્ય પણ નથી. કેમ કે B.edના શિક્ષણમાં વિદ્યાર્થીઓને સ્કૂલો અને કોલેજોમાં પ્રેક્ટિકલના ભાગ રૂપે ભણાવવા માટે પણ જવાનું હોય છે. તે ઉપરાંત જો ફરજિયાત બાયોમેટ્રિક સિસ્ટમ અમલમાં મુકવામાં આવે તો રોજે રોજનો ડેટા અપલોડ કરવા વગેરે માટે સાધનો ઉપરાંત માણસ પણ રોકવા પડે. જેના લીધે જે તે સંસ્થા ઉપર આર્થિક ભારણ પણ વધે છે. તેથી આ પ્રકારનું જાહેરનામાનું કાઉન્સિલની સત્તા બહારનો વિષય હોઇ તેને રદબાતલ ઠેરવવો જોઇએ.

ABOUT THE AUTHOR

...view details