ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે હાઈકોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી - વિધાનસભા પેટાચૂંટણી

કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર થનાર પેટાચૂંટણી મુલતવી રાખવાની માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી પર હાઈકોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવીને ખુલાસો માગ્યો છે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે હાઈકોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે હાઈકોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી

By

Published : Aug 7, 2020, 7:23 PM IST

અમદાવાદ: અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે ચૂંટણીપંચ દ્વારા ઓગસ્ટના પહેલા સપ્તાહમાં ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને કોરોનાની વર્તમાન સ્થિતિમાં ચૂંટણી યોજવામાં આવશે તો કોરોના વધુ ફેલાઈ શકે છે. જેથી પેટાચૂંટણીને મોકૂફ રાખવામાં આવે. રાજનૈતિક દળ દ્વારા આ ચૂંટણીને લઈને બેઠકો પણ યોજવામાં આવી રહી છે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે હાઈકોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર ૧૮ લાખથી વધુ મતદાતાઓ નોંધાયેલાં છે અને જો આવી પરિસ્થિતિમાં મતદાન થશે અને કોઈ લક્ષ્મણ વગરનો દર્દી અથવા માઇલ્ડ લક્ષણવાળા કોરોના દર્દી એકત્ર ભીડમાં મત આપવા આવે તો ભયાવહ સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે ત્યારે વિધાનસભાની પેટાચૂંટણી પર હાલ પૂરતો પ્રતિબંધ લાદી દેવો જોઇએ.
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે હાઈકોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી


કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી લગ્નમાં 50 અને મૃત્યુમાં 20 લોકોથી વધુએ હાજર ન રહેવાનો પરિપત્ર છે અને તમામ લોકોએ છ ફૂટનું અંતર રાખવું ફરજિયાત છે ત્યારે ચૂંટણી કઈ રીતે યોજાઇ શકે.

ABOUT THE AUTHOR

...view details