- હાર્દિકને કાયમી રીતે રાજ્ય બહાર જવાની મંજૂરી રદ
- ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવી
- અગાઉ 8 માર્ચથી 22 માર્ચ સુધી બહાર જવાની નીચલી અદાલતે આપી હતી મંજૂરી
અમદાવાદ: કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ગુજરાત રાજ્યની બહાર રાજકારણીય કારણોસર જઇ શકે તે માટેની કાયમી મંજૂરી માગતી દરખાસ્ત નામદાર હાઇકોર્ટે ફગાવી હતી. મહત્વનું છે કે હાર્દિક પટેલ ઉપર ચાલતા રાષ્ટ્રદ્રોહના કેસમાં કોર્ટે તેને રાજ્ય બહાર ન જવાનો ઓર્ડર કર્યો છે.
આ પણ વાંચો :હાર્દિક પટેલનું વિવાદાસ્પદ નિવેદન: લોકો ભાજપથી નારાજ હોવાથી ઓછું મતદાન નોંધાયુ હતું
કાયમી મંજૂરી લેવા કરી હતી અરજી
ઉલ્લેખનીય છે કે, અગાઉ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને 8 માર્ચથી 22 માર્ચ સુધી રાજ્યની બહાર જઇ શકે તે માટેની મંજૂરી આપી હતી. પરંતુ હાર્દિકને વારંવાર રાજકીય કારણોસર દિલ્હી અથવા તો અન્ય રાજ્યમાં જવાનું હોવાથી તેને પહેલા કોર્ટ પાસેથી મંજૂરી લેવી અનિવાર્ય છે. તેથી કાયમી મંજૂરી લેવા માટે તેણે નામદાર કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ કોર્ટે તે ફગાવી હતી. જોકે આની સામે સેશન્સ કોર્ટ તરફથી રાજ્ય બહાર જવાના 8 માર્ચથી 22 માર્ચના ઓર્ડર ઉપર કોઈ અસર નહીં પડે અને હાર્દિક 15 દિવસ માટે રાજ્ય બહાર જઇ શકશે.
આ પણ વાંચો -હાઇકોર્ટ તરફથી હાર્દિક પટેલને મોટી રાહત, રાજ્ય બહાર જવાની મળી મંજૂરી
5, મે, 2021 -અમદાવાદ : રાજકારણીય કારણોસર વારંવાર બહાર જવાનું હોવાથી પરવાનગી સાથેની અપીલ કોર્ટમાં થઈ હતી. જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પર રાજદ્રોહનો કેસ ચાલતો હોવાથી તેને કોર્ટે રાજ્ય બહાર ન જવાનો હુકમ કર્યો હતો. હાર્દિક પક્ષેથી રાજકારણીય કારણોસર વારંવાર દિલ્હી અને બીજી જગ્યાએ જવાનું હોવાથી કોર્ટમાં મંજૂરી લેવા અરજી કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખી કોર્ટે 15 દિવસની મંજૂરી આપી હતી.
આ પણ વાંચો -હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં અરજી દાખલ, ગુજરાત બહાર જવાની માંગ કરી