અમદાવાદઃ કોટે આ મુદ્દે ઉત્તર પ્રદેશની પોલીસને પણ જાણ કરવાનો આદેશ કર્યો છે. યુવતી આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાથી તેમના પર હુમલાની શક્યતા રહેવાને પગલે કોર્ટે તેમને પોલીસ પ્રોટેક્શન આપ્યું છે.
આંતરજાતિય લગ્ન કરનાર યુવક-યુવતીને હાઈકોર્ટ પ્રોટેક્શન પૂરું પાડ્યું - હાઈકોર્ટ પ્રોટેક્શન
વલસાડના યુવક-યુવતીએ આંતરજાતીય લગ્ન કરતા ગુજરાત હાઈકોર્ટે પોલીસ વિભાગને તેમને પ્રોટેક્શન પૂરું પાડવાનું આદેશ કર્યો છે.
આંતરજાતિય લગ્ન કરનાર યુવક-યુવતીને હાઈકોર્ટ પ્રોટેક્શન પૂરું પાડ્યું
યુવતીના પરિવારજનો દ્વારા યુવક પર હુમલાની શક્યતાને પગલે આ નિર્ણય લેવાયો છે. યુવતીએ પણ આ વાતની આશંકા વ્યક્ત કરી હતી. યુવતીએ ચાલુ વર્ષ જાન્યુઆરીમાં ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. ધમકીઓને પગલે યુવક વલસાડની નોકરી છોડી યુપીના પ્રયાગરાજ જતો રહ્યો હતો.