અમદાવાદઃ હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે FIRની કોપી ઈમેલ મારફતે મોકલવામાં આવે એવી દાદ માગી હતી જોકે સરકારી વકીલ તરફે રજૂઆત કરાઈ હતી કે આ અંગે પોલીસ વિભાગ દ્વારા વેબસાઈટ તૈયાર કરાયેલી છે અને તેમાં મોટાભાગની FIR અપલોડ કરવામાં આવે છે, જેથી હાઈકોર્ટે વાતને માન્ય રાખતાં રિટનો નિકાલ કર્યો છે.
ઈ-મેલ FIRની માગ કરતી અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો - ઇમેઇલ
કોરોના લૉકડાઉન દરમિયાન કેટલીક FIR વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી નથી તેવી માગ સાથે દાખલ કરાયેલી અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેંચે રાજ્ય સરકારના પોર્ટલથી સંતુષ્ટિ વ્યક્ત કરતા PILનો નિકાલ કર્યો હતો
ઈ-મેલ FIRની માગ કરતી અરજીનો હાઈકોર્ટે નિકાલ કર્યો
લૉકડાઉનના સમયમાં તમામ પ્રકારના કોર્ટ કામકાજ પ્રભાવિત થયાં હતાં અને ઓનલાઈન સુનાવણીઓ કરવામાં આવી હતી. સાથે પોલિસ વિભાગ પણ લોકડાઉનના નિયમોના પાલન માટે કડક વલણ દાખવી રહ્યો હતો અને મોટી સંખ્યામાં કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.