અમદાવાદ: કોરોનાકાળમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવતી કામગીરીનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 50 ચૂકાદા આપવામાં આવ્યાં હોવાનું જણાવવામાં આવ્યું છે. જુલાઈ મહિનામાં કુલ 3128 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જુલાઈ મહિનાની કામગીરીનો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે, જુલાઈ મહિનામાં કુલ 3128 કેસનો નિકાલ કર્યો છે. જે પૈકી 2562 મેઈન મેટર ડિસ્પોઝ કરવામાં આવી છે.
હાઈકોર્ટે જુલાઈ મહિનામાં 50 ચૂકાદા સહિત 3128 કેસનો નિકાલ કર્યો
કોરોના કાળમાં બધું સ્થગિત થઈ ગયું હતું. તેમાં ગુજરાત હાઈકોર્ટ સહિતની કોર્ટના કામકાજને પણ મંદગતિનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે અનલોક શરૂ થયાં બાદ ક્રમશ કોર્ટોની અંદર કામકાજ શરૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં કોર્ટ પરિસરમાં કામ કરતાં કર્મીઓ કોરોના પોઝિટિવ આવતાં અમુક વખત કોર્ટ બંધ પણ કરવી પડી હતી. તેમજ કોર્ટનું ઓનલાઈન કામકાજ પણ વધારવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં હાઈકોર્ટે જુલાઈ મહિનામાં 50 ચૂકાદા આપ્યાં હતાં અને કુલ 3128 કેસનો નિકાલ પણ કર્યો છે.
હાઈકોર્ટે જુલાઈ મહિનામાં 50 ચૂકાદા અને 3128 કેસનો નિકાલ કર્યો
આ મેઈન મેટર પૈકી 763 સિવિલ અને 1799 ક્રિમિનલ મેટરનો નિકાલ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં 17 જેટલા કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં સમગ્ર પરિસરને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેત કરાયો હતો. 8 જુલાઈથી 10 જુલાઈના ત્રણ દિવસ માટે હાઈકોર્ટ સ્થગિત કરવામાં આવી હતી.