ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતના મુખ્યપ્રધાનની તબિયત લથડી, 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રખાશે - U.N. maheta hospital

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વડોદરામાં જાહેર સભાને સંબોધી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ ચક્કર આવતાં જ ઢળી પડ્યા હતા. ત્યારબાદ તેઓને હેલિકોપ્ટરના માધ્યમથી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તમામ રિપોર્ટ કરવામાં આવ્યા છે. હાલ તેઓને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.

ડો. આર.કે.પટેલ
ડો. આર.કે.પટેલ

By

Published : Feb 15, 2021, 10:33 AM IST

Updated : Feb 15, 2021, 10:50 AM IST

  • ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનની તબિયત નાદુરસ્ત
  • અમદાવાદની UN મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા

વડોદરા: જાહેર સભામાં સી.એમ. રૂપાણીનું બ્લડ પ્રેશર લો થઈ જતાં તેમને ચક્કર આવતા સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. જો કે તેમની તબિયત થોડીક જ મિનિટોમાં સાજી થઈ ગઈ હતી અને સભા છોડી ચાલતાં ચાલતાં જ નીચે ઉતરીને પોતાના કાફલા સાથે રવાના થયા હતા. વડોદરાથી તેમને હેલિકોપ્ટર મારફતે યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખાતે લઇ જવામાં આવ્યા હતા. અહીં તેઓને તમામ જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા છે આ માટેની તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી હતી.આ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તાત્કાલિક સીએમ રૂપાણી સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમની તબિયત અંગે કાળજી લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે યોગ્ય લાગે તો આરામ કરવા માટેની પણ સલાહ આપી હતી.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે જાહેરસભાને સંબોધન કરતા જ ઢળી પડ્યા રૂપાણી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો મતદારોને મનાવવા માટે કામે લાગી રહ્યા છે. ત્યારે સી.એમ. રુપાણી વડોદરામાં એક જાહેર સભાને સંબોધી રહ્યા હતા તે સમય દરમિયાન તેઓનું બ્લડ પ્રેશર ઓછું થઈ જતાં તેમને અચાનક જ ચક્કર આવ્યા હતા અને જેથી તે સ્ટેજ પરથી જ ઢળી પડ્યા હતા. જો કે તેમના સિક્યુરિટી ગાર્ડે આવી જઈને તેમને પકડી લીધા હતા. ગાર્ડને પહેલાથી જ કંઈક અજુગતું થઈ રહ્યું હોવાનો ક્યાસ લાગી રહ્યો હતો તેમ તે પહેલાથી જ તેમની પાછળ આવી ગયો હતો. સિક્યુરિટી જવાન તેમને પકડી શક્યો ન હતો પરંતુ નીચે અટકાવવા પણ દીધા ન હતા હળવેથી તેમને નીચે સુવડાવીને પ્રાથમિક સારવાર આપી હતી. તત્કાલિક સારવાર મળી રહેતાં તેમની તબીયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાનની તબિયત નાદુરસ્ત

10 ડોક્ટરની પેનલ સતત CMની તબિયતને લઈ રાખી રહ્યા છે ધ્યાન

સીએમ રૂપાણીની તબિયત થોડીક જ મિનિટોમાં સાજી થઇ ગઈ હતી અને સભા છોડી સભાસ્થળેથી ચાલતા ચાલતા નીચે ઉતરી પોતાના કાફલા સાથે યુ. એન. મહેતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેઓને તમામ જરૂરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ માટે તમામ ડોક્ટરોની પેનલ પણ તૈયાર કરી દેવામાં આવી હતી. હાલ ૧૦ થી વધુ ડોક્ટરોની પેનલ તેમની તબિયતને લઈને સતત નજર રાખી રહ્યા છે સાથે જ તમામ રિપોર્ટો પણ કરવામાં આવ્યા છે. જે તમામ રિપોર્ટ નોર્મલ છે. સવારે યુ.એન.મહેતા હોસ્પિટલ એક મેડિકલ બુલેટિન બહાર પાડશે. જેમાં પ્રાથમિક કારણ જાણવા મળી શકે છે.

Last Updated : Feb 15, 2021, 10:50 AM IST

ABOUT THE AUTHOR

...view details