- ગુજરાત ધર્મ સ્વતંત્રતા સુધારણાના કાયદા મામલો
- કાયદાની કલમ 5 ઉપર સ્ટે હટાવવા એડવોકેટ જનરલની રજૂઆત
- એડવોકેટ જનરલની અરજી પર ગુરૂવારે થશે વધુ સુનાવણી
અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે થોડા દિવસ અગાઉ જ ધર્મ સ્વતંત્રતા સુધારાની અમુક કલમ ઉપર વચગાળાનો હુકમ કરતા સ્ટે લગાવ્યો હતો. આજે બુધવારે 25 ઓગસ્ટે ફરી વાર આ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ જનરલે સરકારનો પક્ષ મુકતા ધર્મ સ્વતંત્રતા સુધારો કે જે સામાન્ય રીતે લવ જેહાદના કાયદા તરીકે ઓળખાય છે, તેની કલમ 5 પર મનાઇ હુકમ હટાવવા મુદ્દે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. એડવોકેટ જનરલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, કલમ-5 ને લગ્ન સાથે કોઈ લેવાદેવા નથી. વધુમાં એડવોકેટ જનરલ કોર્ટમાં જણાવ્યું હતું કે, કાયદાના સેક્શન 5માં બાબતોનો કોઈ જ ઉલ્લેખ નથી. જોકે રજૂઆત બાદ હાઇકોર્ટે કલમ 5 અંગે એડ્વોકેટ જનરલને કેટલાક સવાલો પણ પૂછ્યા હતા, જેના જવાબ તેમણે આપ્યા હતા. આ મુદ્દે વધુ સુનાવણી 26 ઓગસ્ટે કરવામાં આવશે.
આ પણ વાંચો:ડરાવી, લાલચ આપી લગ્ન કરી ધર્મ પરિવર્તન કરાવનારાઓને જ કાયદાથી ડરવાની જરૂર : એડવોકેટ જનરલ