- ABVP દ્વારા 15 ઓગષ્ટએ 10 હજાર ગામડાઓમાં ધ્વજવંદન કરવામાં આવશે
- 20 હજાર વિદ્યાર્થી અને કાર્યકર્તા લેશે ભાગ
- આગામી સમયમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ આંદોલન કરવામાં આવશે
અમદાવાદ: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી પંદરમી ઓગસ્ટે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ યોજના શરૂ કરવામાં આવી છે. જ્યારે આગામી 15મી ઓગસ્ટે આઝાદીના 74 વર્ષ પૂર્ણ થાય છે અને 75માં વર્ષની શરૂઆત થશે, જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્વરાજ્ય 75 અભિયાન નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જેમાં અલગ-અલગ 10,000 ગામડાઓમાં ધ્વજવંદન કરવામાં આવશે.
આ પણ વાંચો- અમદાવાદ જિલ્લા કક્ષાનો ગણતંત્ર દિવસ ઉજવાયો
કોરોના કાળમાં લોકોની માનસિકતા પર ઘણી અસર થઇ છે
આ અંગે ગુજરાત પ્રદેશ પ્રધાન હિમાલય ઝાલાએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં લોકોની માનસિકતા પર અસર થઇ છે, જેથી 15મી ઓગસ્ટે અલગ-અલગ દસ હજાર ગામોમાં ધ્વજ વંદન કરીને ઉજવણી કરવામાં આવશે, ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો જેવા કે પ્રવેશ, ફી, ટેબ્લેટ જેવા પ્રશ્નોને લઇને આંદોલન કરવામાં આવશે.
15 ઓગસ્ટના દિવસે ABVP દ્વારા 10 હજાર ગામોમાં ફરકાવવામાં આવશે ધ્વજ આ પણ વાંચો- 73માં સ્વાતંત્રપર્વની રાજ્યકક્ષાની ઉજવણી છોટાઉદેપૂરમાં, જાણો કોણ ક્યાં ક્યાં કરશે ધ્વજવંદન
વિદ્યાર્થી સંગઠન વધુ મજબૂત થાય તે માટેના પ્રયાસ કરાઇ રહ્યા છે
આગામી સમયમાં વિદ્યાર્થી સંગઠન વધુ મજબૂત થાય તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યારે વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હંમેશા આગળ આવ્યું છે.