અમદાવાદમાં જોવા મળી વાયુ વાવાઝોડાની અસર - vaayu cyclone
અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં વાયુ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. ત્યારે સરકારે આ વાવાઝોડાને પહોચી વળવા તમામ તૈયારીઓ કરી છે.
વાયુ વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ.
વાયુ વાવાઝોડું પોરબંદર તેમજ દ્વારકાના દરિયાકાંઠે ત્રાટકવાનું હોવાની સંભાવના હવાનામ ખાતે વ્યકત કરી છે. તો તેની સામાન્ય અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. વિશાલાથી નારોલ સર્કલ પર જતા મીન હાઇવે ઉપર ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાયો હતો. તો ભારે પવન સાથે ડમરીઓ ઉડતા વાહનચાલકોને વાહનની લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી. તો અતિશય પવનના કારણે દ્વિચક્રી વાહન ચાલકોએ નાછૂટકે તેમની ગતિ પર કંટ્રોલ કરવો પડ્યો હતો.