પોલીસ કોન્સ્ટેબલ હત્યા કેસમાં કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાં - Bail
અમદાવાદના ચામુંડા બ્રિજ વિસ્તાર પાસે અજાણ્યાં ઈસમ દ્વારા પોલીસ કોન્સ્ટેબલ પર ચપ્પાના ઘા મારી હત્યા કરવાના કેસમાં અમદાવાદ સેશન્સ કોર્ટે આરોપી સની પટણીના જામીન ફગાવી દીધાં છે.
પોલીસ કોન્સ્ટેબલ હત્યા કેસમાં કોર્ટે આરોપીના જામીન ફગાવ્યાં
અમદાવાદઃ અરજદાર આરોપી તરફે રજૂઆત કરવામાં આવી હતી કે તેને ગુજરાત હાઇકોર્ટ વચગાળાના જામીન આપવામાં આવ્યાં છે અને તેની સામે હજી ગુનો પુરવાર થયો નથી ત્યારે તેને જમીન આપવામાં આવે. આરોપીની ઉંમર પણ નાની હોવાથી તેને જામીન આપવા રજૂઆત કરવામાં આવી હતી. કોરોના મહામારીને લીધે હવે ટ્રાયલમાં પણ સમય લાગશે જેથી આરોપીને જામીન આપવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી.