- ક્લિનિકના ડેટાની ચોરી કરી બારોબાર ગ્રાહકોને દવાનું વેચાણ કરતી યુવતી ઝડપાઇ
- સોશિયલ મીડિયામાં અડધા ભાવે દવાની જાહેરાત કરી વેચાણ કરતી હતી
- કંપની સાથે 12 લાખ 50 હજારનુ નુકસાન કરી ઠગાઈ આચરી હોવાનુ ખુલ્યુ
અમદાવાદ- આજકાલ છેતરપિંડીની ઘટના સતત સામે આવી રહી છે, ત્યારે અમદાવાદના એક ક્લિનિકમાં કામ કરતી યુતીઓ ક્લિનિકના ડેટા ચોરી કરી ગ્રાહકને બારોબાર દવાઓનું વેચાણ કરી છેતરપિંડી કરતી હતી. આ જાણ સાયબર ક્રાઇમને થતા આ યુવતીઓને ઝડપી પાડવામાં આવી છે. પ્રિયંકા પંત અને દિવ્યા ગોહિલ નામની મહિલાની આ મામલે ધરપકડ કરી પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપી પ્રિયંકા પંત ફરિયાદીની ક્લિનીકમાં મેનેજર તરીકે અને દિવ્યા ગોહિલ ક્લાયન્ટ મેનેજર તરીકે બે વર્ષ સુધી કામ કરતી હતી.
યુવતીઓને સાયબર ક્રાઇમે ઝડપી પાડી 12 લાખ 50 હજારનુ નુકસાન કરી ઠગાઈ આચરી હોવાનુ આવ્યું સામે
બન્ને યુવતીઓએ નોકરીના સમયગાળા દરમિયાન જ પ્લાન બનાવી તમામ ગ્રાહકોનો ડેટા મેળવી તે ગ્રાહકોને સોશિયલ મીડિયામાં જાહેરાતો મૂકી ડો. ડીટોક્ષ ક્લિનીકના ભાવ કરતા અડધા ભાવે ડાયેટ પ્લાન, દવાઓ ગ્રાહકોને આપી પૈસા ચાઉં કરી ગઈ હતી. બન્ને આરોપીઓએ કંપની સાથે 12 લાખ 50 હજારનુ નુકસાન કરી ઠગાઈ આચરી હોવાનુ ખુલ્યુ છે.
બન્ને આરોપી યુવતીઓ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી હતી
મહત્વનુ છે કે, આરોપી પ્રિયંકા અને દિવ્યાએ બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે અને પ્રિયંકા યોગા ટીચરની તાલીમ લઈને ન્યૂટ્રીશીયનનો ઓનલાઈન કોર્સ કરી રહી હતી. જ્યારે દિવ્યા એલ.એલ. બીનો અભ્યાસ કરી રહી હોવાનુ ખુલ્યુ છે. બન્ને આરોપી યુવતીઓ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતી હતી. હાલ તો સાયબર ક્રાઈમે આ મામલે બન્ને યુવતીઓની ધરપકડ કરી તેઓએ ખોટી રીતે મેળવેલા લાખો રૂપિયા રિકવર કરવા તજવીજ શરૂ કરી છે.