- ધોરણ 1માં પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકો માટે સૌથી મોટા સમાચાર
- ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરાઈ
- 25 જૂનથી વાલીઓ આ માટે અરજી કરી શકશે
અમદાવાદ : ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા (Admission process under RTE) સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ (Admission process under RTE) મેળવવા માટે ઇચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1માં પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકો માટે સૌથી મોટા સમાચાર છે. જેમાં 25 જૂનથી RTE હેઠળ પ્રવેશ (Admission under RTE) મેળવવા ઇચ્છતા વાલીઓ આ માટે અરજી કરી શકે છે. આ માટે rte.orpgujarat.com પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
આ પણ વાંચો :ધોરણ 12ના પરિણામથી અસંતુષ્ટ નિયમિત વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજાશે
15 જુલાઈએ પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે
21થી 24 જૂન સુધીમાં ઓનલાઇન ફોર્મ (Online form) ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવામાં આવશે. જ્યારે 25 જૂનથી 5 જુલાઈ સુધી 11 દિવસ ઓનલાઇન ફોર્મ (Online form) ભરવા માટે આપવામાં આવશે અને 6 જુલાઈથી 10 જુલાઈ સુધી, 5 દિવસ જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મ (Online form)ની ચકાસણી કરવાની રહેશે. જે બાદ 15 જુલાઈએ પ્રવેશ પ્રક્રિયા (Admission process)નો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.