ગાંધીનગરઃ એગ્રિકલચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી (APMC) જેવા સ્થળોએ ક્યાંક-ક્યાંક જાહેર સ્થળોએ જરૂરી તકેદારી જ લેવાતી હોવાનું પોલીસના ધ્યાન ઉપર આવ્યું છે. શિવાનંદ ઝાએ કહ્યું કે, આ સ્થળોએ પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્કનો ઉપયોગ જરૂરી છે. અહીં વ્યવસ્થાના જરૂરી અમલીકરણ માટે પોલીસ કાર્યરત છે. પોલીસ કંટ્રોલ અને 100 નંબર ઉપર અમને આશરે 100 ફરિયાદના આધારે અમે 65 લોકો સામે ગુના નોંધીને કાર્યવાહી પણ કરી છે.
નસવાડીમાં પોલીસ ઉપર હુમલો કરનાર 'પાસા' હેઠળ જેલમાં: DGP - હુમલાખોર
નસવાડી તાલુકામાં પોલીસ ઉપર 16 એપ્રિલે હુમલો કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની ઉપર ''પાસા'' લાગુ કરીને ચારેયને અલગઅલગ જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે. આ ઉદાહરણરૂપ કાર્યવાહી કોઈની પણ ઉપર થઇ શકે છે.
નસવાડી તાલુકામાં પોલીસ ઉપર 16 એપ્રિલ, 2020ના રોજ હુમલો કરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની ઉપર ''પાસા'' લાગુ કરીને ચારેયને અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની અલગ-અલગ જેલમાં મોકલી દેવામાં આવ્યાં છે. આ ઉદાહરણરૂપ કાર્યવાહી કોઈની પણ ઉપર થઇ શકે છે. રાજ્યમાં કોવિડ ગ્રસ્ત પોલીસ કર્મચારીઓ બાબતે કહ્યું કે, અત્યાર સુધીમાં 44 પોલીસ કર્મચારીઓ આ ચેપનો ભોગ બન્યા છે, જે પૈકીના મોટા ભાગના એસિમ્પ્ટોમેટિક છે. તેમને યોગ્ય સારવાર મળી રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ સતત કાર્યરત છે.
અમદાવાદ, સુરત અને રાજકોટમાં કર્ફ્યુંભંગના ગઈકાલથી આજ દિન સુધીમાં અનુક્રમે 135, 114 અને 62 ગુનાઓ નોંધીને ક્રમવાર 163, 131 અને 70 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રહેણાંક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં સીસીટીવી મારફત 129 ગુનાઓ નોંધીને 231 લોકોની અટકાયત કરવામાં આવી હતી. વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે. જેમાં ડ્રોનના સર્વેલન્સથી 234 ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 7945 ગુના દાખલ કરીને 15,197 લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સીસીટીવી નેટવર્ક દ્વારા 67 ગુના નોંધીને 67 લોકોની અટકાયત કરતાં આજ સુધીમાં 1335 ગુના નોંધી 2198 લોકોની રાજ્યભરમાંથી અટકાયત કરાઈ છે.
સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા પણ ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે અત્યાર સુધીમાં 386 ગુના દાખલ કરીને 745 આરોપીની અટકાયત કરી છે. આ દરમિયાન સોશ્યલ મીડિયાના 20 એકાઉન્ટ ગત રોજ બ્લોક કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અફવા અને ખોટી માહિતી પ્રસરાવતા 323 એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યાં છે. વીડિયોગ્રાફી તથા ઓટોમેટિક નંબર પ્લેટ રેકૉગ્નિશન (ANPR) મારફત અનુક્રમે 55 અને 91 ગુનાઓ નોંધવામાં આવ્યાં છે. ANPR દ્વારા આજ દિન સુધીમાં 274 ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે કેમેરા માઉન્ટ ખાસ ‘પ્રહરી’ વાહન મારફત અત્યાર સુધીમાં 183 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
જો જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા જોઈએ તો 20 એપ્રિલથી આજ સુધીના કુલ 1760 કિસ્સાઓ, કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ ધ્વારા કાયદા ભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271) 705 તથા 373 અન્ય ગુનાઓ(રાયોટીંગ/Disaster Management Actના) અંતર્ગત કુલ 3449 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આ સાથે 1963 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.