ગુજરાત

gujarat

ETV Bharat / city

કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ કેસના આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી - ક્રાઈમ

NDPS એકટ 1985 હેઠળ પ્રતિબંધિત જાહેર કરાયેલા કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ કેસના આરોપી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરવાં આવી છે. DRIએ આરોપી પાસેથી કરોડો રૂપિયાનો 1.15 કિલો મેફેડ્રોન ડ્રગ્સ કબ્જે કર્યું હતું. આ મામલે હાઈકોર્ટમાં 22મી સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ કેસના આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી
કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ કેસના આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી

By

Published : Sep 2, 2020, 6:55 PM IST

અમદાવાદઃ મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી મૌલિક દાની વતી વકીલ ઉત્કર્ષ દવે જણાવ્યું હતું કે, જે NDPS પદાર્થ અરજદાર મૌલિક દાનીની ફેક્ટરીમાંથી જપ્ત કરવાં આવ્યું છે તેનું દિલ્હી અને પૂણે લેબોરેટરી તપાસમાં પરિણામ નેગેટિવ આવ્યું હોવાનું વકીલ તરફે દાવો કરવામાં આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપી કલ્પેશ ડોડીયાના નિવેદનના આધારે અરજદાર સામે DRI ફરિયાદ નોંધી હોવાનો વકીલે તરફે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ કેસના આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી
વકીલ ઉત્કર્ષ દવે વધુમાં જણાવ્યું હતું કે, આ કેસના આરોપી કલ્પેશ ડોડીયા પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ DRIને મળી આવ્યું હતું અને આરોપી ડોડીયા તરફે નિવેદન આપવામાં આવ્યું કે, આ ડ્રગ્સ તેણે અરજદાર - આરોપી મૌલિક દાની પાસેથી ખરીદ્યું હોવાનો આક્ષેપ કરતાં તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
કરોડો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ કેસના આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી કરી
આ કેસના આરોપી મૌલિક દાનીની 15મી નવેમ્બરના રોજ DRI સુરત દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભરૂચની કોર્ટે જામીન ફગાવી દેતાં તેમણે હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details