ગુજરાત

gujarat

ETV Bharat / city

6 મનપાની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા બદલ આભારઃ કેન્દ્રિય ગૃહપ્રધાન - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

ભારતીય જનતા પાર્ટી માટે મંગળવારનો દિવસ ખરેખર મંગળ સાબિત થયો છે. કારણ કે, 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. આ વખતે 85 ટકા બેઠક ભાજપને ફાળે આવી છે. તો બીજી તરફ ભાજપ માટે સોને પે સુહાગા આ કહેવત યોગ્ય બેસી છે. કારણ કે, એક તરફ ચૂંટણીના પરિણામ આવ્યા ને તે સમયે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં જ હતા. તેમની હાજરીથી ભાજપની ખુશી બમણી થઈ ગઈ હતી. કેન્દ્રિય ગૃહપ્રધાને કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓએ ઊંડા આત્મચિંતનની જરૂર છે. આ સાથે જ ભાજપને 85 ટકાથી વધારે બેઠક આપવા બદલ જનતાનો આભાર. ભાજપની જીત થવાથી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલે કેન્દ્રિય ગૃહપ્રધાનનું મોઢું મીઠું કરાવ્યું હતું.

છ મનપાની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા બદલ આભારઃ કેન્દ્રિય ગૃહપ્રધાન
છ મનપાની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા બદલ આભારઃ કેન્દ્રિય ગૃહપ્રધાન

By

Published : Feb 24, 2021, 8:57 AM IST

  • ઘણી બધી સીટો પર કોંગ્રેસના ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી છે
  • ઘણી જગ્યાએ કોંગ્રેસ ત્રીજા અને ચોથા ક્રમે ધકેલાઈ છે
  • કોંગ્રેસના નેતાઓને આત્મચિંતન જરૂરીઃ કેન્દ્રિય ગૃહપ્રધાન
  • આજના પરિણામ અત્યાર સુધીના સૌથી સારા પરિણામઃ કેન્દ્રિય ગૃહપ્રધાન

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે વિકાસની યાત્રા ચાલુ થઈ હતી. તેને ભારતીય જનતા પાર્ટીએ ચાલુ રાખી છે. આજે જે પરિણામ આવ્યા છે તે અત્યાર સુધીના સૌથી સારા પરિણામ પૈકીના એક પરિણામ છે. જેટલી પણ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી લડી છે. તેમાંથી 85 ટકા બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને કોંગ્રેસ પાર્ટી આ ચૂંટણીમાં ખરાબ રીતે હારી છે. આખા ગુજરાતમાં ફક્ત 44 બેઠક કોંગ્રેસને મળી છે અને 44 બેઠક ગુજરાતમાં ભાવનગર કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ મેળવી લીધી છે. તો એક પ્રકારથી આખી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતાએ સમર્થન આપ્યું છે. આ બદલ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટિલ અને તેમની ટીમને શુભેચ્છા આપું છું.

કોંગ્રેસના નેતાઓને આત્મચિંતન જરૂરીઃ કેન્દ્રિય ગૃહપ્રધાન
કોરોના સામેની લડાઈમાં ભાજપની સરકાર અગ્રેસર: અમિત શાહ

કોરોના કાળ પછી આ પહેલી ચૂંટણી થઈ રહી છે. વિપક્ષે આને મુદ્દો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ જે રીતે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કોરોનાની લડાઈ લડ્યા હતા. ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં કોરોનાની વિરૂદ્ધ લડાઈ લડ્યા હતા. ગુજરાતની જનતાએ તેના પર મહોર લગાવવાનું કામ કર્યું છે. જનતાએ સ્પષ્ટ સંદેશ મોકલ્યો છે કે, જ્યારે આપત્તિ આવે છે ત્યારે શાસનનું દાયિત્વ નિભાવવાનું જે જોશ હોય છે. તે ભારતીય જનતા પાર્ટી એ ખૂબ સરસ રીતે કરી બતાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details