અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના વકીલ સંદીપ મુંજાસરા તરફથી દાખલ કરવામાં આવેલી આ જાહેર હિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે આશરે 10 કરોડ રૂપિયાના ટેન્ડરને કોઈપણ પેપરમાં પ્રકાશિત કર્યા વગર બહાર પાડવામાં આવ્યું છે. નિયમો મુજબ બે એડિશન ધરાવતા છાપામાં ટેન્ડર બહાર પાડયાની માહિતી પ્રકાશિત કરવી પડે.
અમદાવાદ સિવિલમાં સુરક્ષા કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતીનું વિવાદાસ્પદ ટેન્ડર રદ કરાયું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 353 જેટલા સુરક્ષા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર રાખવા અંગે બહાર પાડવામાં આવેલું ટેન્ડર નીતિ નિયમ મુજબ ન હોવાની માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદ્દે ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જે.બી.પારડીવાલાની ડિવિઝન બેન્ચ સમક્ષ રાજ્ય સરકારે આ ઠરાવ રદ કરવાની દલીલ કરી હતી.
હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે આ ટેન્ડર સરકારના ઠરાવ વિરુદ્ધ બહાર પાડવામાં આવ્યું છે. સરકારી વકીલે આ ઠરાવ રદ કરી દેવામાં આવે ત્યારે કોર્ટને અપીલ કરી હતી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર સુરક્ષા કર્મચારીઓની ભરતી કરવા માટેનું ટેન્ડર એમ.એસ સોલ્યુશન કંપનીને પબ્લિશ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. જોકે તેમણે ટેન્ડર ની માહિતી પોતાની વેબસાઈટ કે છાપામાં દર્શાવી ન હતી. આથી આ મુદ્દે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.