ગુજરાત

gujarat

ETV Bharat / city

તીસ્તા અને શ્રીકુમારને સામાન્ય કેદીઓ સાથે જ લૉકઅપમાં રખાયા, પોલીસ પુછપરછમાં શું બહાર આવ્યું? - Raise False Documents

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આરોપીઓના રિમાન્ડ મળ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં(Gujarat Riots Case 2002) હાલ તિસ્તા અને RB શ્રીકુમાર અને તેની સાથે જોડાયેલા લોકોને બોલાવીને નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવમાં આવી છે.

તીસ્તા અને શ્રીકુમારને સામાન્ય કેદીઓ સાથે જ લૉકઅપમાં રખાયા છે, રીમાન્ડમાં પોલીસ પુછપરછમાં શું બહાર આવ્યું?
તીસ્તા અને શ્રીકુમારને સામાન્ય કેદીઓ સાથે જ લૉકઅપમાં રખાયા છે, રીમાન્ડમાં પોલીસ પુછપરછમાં શું બહાર આવ્યું?

By

Published : Jun 28, 2022, 8:37 PM IST

અમદાવાદ: 2002ના રમખાણ મામલે (Gujarat Riots Case 2002) નવા ખુલાસા સામે આવ્યા છે. જેમાં એક સમયે ગુજરાતમાં DGP તરીકે રહેલા R B શ્રીકુમારને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં (Ahmedabad Crime Branch) હાથમાં સ્લેટ પકડાવીને ફોટો પડાવ્યો હતો. આ વખત R B શ્રીકુમારના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે, 'એક વખત થા જો તુમ આજ કર રહે હો, વો મેં ગુનેગાર કે સાથ કર ચૂકા હૂં.' એમ કહીને તેમણે તરત કામગીરી કરતા સામાન્ય પોલીસકર્મીને તેની કામગીરીમાં મદદ કરી હતી.

આ પણ વાંચો:અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ ફરિયાદ, PI બારડ બન્યા ફરિયાદી

સામાન્ય કેદીની સાથે લોકઅપમાંતીસ્તા શ્રીકુમાર-બીજી તરફ તિસ્તા સેતલવાડની પૂછપરછ કરવા જતાં એ જોર જોરથી બુમો પાડતી હતી કે, તમે જે કરી રહ્યા છો એ સારું નથી કરી રહ્યા, અમારી સરકાર આવશે, આજે તમારી છે. આખી રાત બંનેને સામાન્ય કેદીની સાથે લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં (Ahmedabad Crime Branch in teesta case) હાલ તિસ્તા અને તેની સાથે જોડાયેલા લોકોને બોલાવીને નિવેદન (TeestaSrikumarPolice Interrogation) લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવમાં આવી છે.

આ પણ વાંચો:તીસ્તા સેતલવાડ અને શ્રીકુમારને કોર્ટ લાવવામાં આવ્યા, ક્રાઈમબ્રાન્ચ 14 દિવસના માંગશે રિમાન્ડ

SITના માઈક્રો માહિતી મેળવવા માટે પ્રયાસ-એટલું જ નહીં 20 વર્ષના લાંબા ગાળામાં તિસ્તાઓ કોઈને કે કોઈના નામે કંઈ ખોટું કર્યું હોય તો તેની માઈક્રો માહિતી મેળવવા માટે પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. તિસ્તાએ કરેલી અરજી અને ઉઘરાવેલા ફંડ માટે વિદેશમાંથી શું કહીને ફંડ ઉઘરાવ્યું તેમજ કેટલા ફંડનો દુરુપયોગ થયો તે જાણવા માટે SITની ટીમ ટુંક સમયમાં સેન્ટ્રલ એજન્સીની મદદ લેવાની છે. હાલમાં તિસ્તા અને શ્રીકુમારની પૂછપરછ કરવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના DCP (Ahmedabad Crime Branch DCP ) ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે હજુ પણ તેઓ પૂછપરછમાં સપોર્ટ કરતા નથી.

ABOUT THE AUTHOR

...view details