- કોર્પોરેશન દ્વારા શરૂ કરાયો કંટ્રોલરૂમ
- કંટ્રોલ રૂમ ખાતે પરિસ્થિતિને પહોંચી વળવા કરાઇ રહ્યું છે આયોજન
- ઝાડ પડવા, પાણી ભરાવની સ્થિતિનો નિકાલ કરવા ધમધમાટ
અમદાવાદઃ સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કન્ટ્રોલ રુમ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને કંટ્રોલ રૂમ ખાતે ઝાડ પડવાથી લઈ વધારવાને લઇને તમામ કામગીરીઓ છે તેના પર પણ ઈતિહાસમાં અધિકારીઓનું નિદર્શન રાખવામાં આવેલું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્ણ કટિબદ્ધતાથી કાર્ય કરી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્ણ કટિબદ્ધતાથી કાર્ય કરી રહ્યું છે
આ પણ વાંચોઃ સુરતમાં 66 કિમીની ઝડપે પવન ફૂંકાયો, 5 ઈંચ વરસાદ પડતા 26 સ્થળે ઝાડ ધરાશાયી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં કુલ 30થી વધુ હોર્ડિંગ ઉતારવામાં આવ્યાં છે. તો જે 27થી વધુ વૃક્ષો પડયા છે તેને દૂર કરવાની પણ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગાર્ડન વિભાગમાં કરવામાં આવી છે. ગાર્ડન વિભાગના અને એન્જિનિયરિંગ વિભાગના અધિકારીઓ દ્વારા જે સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે મુખ્ય કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યાં છે તેના પર ફોન કરીને મદદ મેળવી શકે છે.
આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાના કારણે 3નાં મોત, 1953 ગામોમાં વીજળી ગુલ,16,500 ઝૂંપડાને અસર