અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા, તે કોંગ્રેસી ઉમેદવારોએ કોઈકને કોઈ કારણસર રાજીનામુ આપ્યું અને તેમાના 5 ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. મહત્ત્વનું એ છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ કહી ચૂક્યા છે કે, આપણે 182માંથી 182 બેઠક જીતીશું અને 8 પેટા ચૂંટણીમાં પણ આપણે 8 બેઠકો જીતીશું એવો વિશ્વાસ પણ વ્યક્ત કરી ચૂક્યા છે. પણ હકીકત જુદી છે. કારણ કે આ 8 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા હતા. તેમણે રાજીનામું આપી દીધું છે. જનતા આ ઉમેદવારોથી નારાજ છે. અપવાદરૂપ કિસ્સામાં જ પક્ષ બદલનાર જીતે છે પણ પક્ષપલટુઓને જનતા સ્વીકારતી નથી. હવે સવાલ એ છે કે, 8 બેઠકો પર ભાજપ-કોંગ્રેસમાંથી રાજીનામા આપીને ભાજપમાં જોડાયા તેમને ટિકીટ આપશે? અને ધારો કે ટિકીટ આપી તો તેઓ કોંગ્રેસી મતદાતાઓને ફરીથી ભાજપ તરફ આકર્ષી શકશે..?
8 બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રહેશે કે કેમ?
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાશે અને 10 નવેમ્બરે મતગણતરી છે. ગુજરાતમાં આ 8 બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા પછી આ બેઠકો ખાલી પડી છે. આથી આ 8 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ઓક્ટોબર છે. જોકે હજી સુધી ભાજપ અને કોંગ્રેસે નામ જાહેર કર્યા નથી. ઉમેદવારી પત્ર ભરવાને હજી 10 દિવસની વાર છે. હવે સૌની નજર એના પર છે કે ભાજપ અને કોંગ્રેસ કયા ઉમેદવારને ટિકીટ આપશે. જુઓ ઈ ટીવી ભારતનો સ્પેશિયલ રિપોર્ટ
8 બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ રહેશે… કે કેમ?
- ભરત પંચાલ બ્યૂરો ચીફ, ઈટીવી ભારત ગુજરાત