અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ એસ.ટી.બસ સ્ટેન્ડ પાસેના શોપિંગ સેન્ટરમાંથી રાજેશ સોની નામના વ્યક્તિએ છલાંગ લગાવી આપઘાત કર્યો હતો.રાજેશે છલાંગ લગાવતાની સાથે જ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.રાજેશ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પત્ની વગર રહી ન શકતા પતિએ લગાવી મોતની છલાંગ - મોતની છલાંગ
અમદાવાદ: શહેરના રાણીપ એસ.ટી. બસ સ્ટેન્ડની પાસે આવેલી બિલ્ડીંગમાંથી ઝંપલાવીને એક વ્યક્તિએ જીવન ટુંકાવ્યું છે.આ મામલે પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે.
AHD
સારવાર દરમિયાન રાજેશનું મોત થયું હતું.આ અંગે પોલીસે પણ તપાસ શરુ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, રાજેશ સોની તેના પરિવાર સાથે નવા વાડજમાં શિવમ એપાર્ટમેન્ટમાં રહે છે.રાજેશ પાસેથી પોલીસને સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં પત્ની વિના મન નાં લાગતું હોવાથી વ્યક્તિએ આપઘાત કર્યું હોવાનું સામે આવ્યું છે.