ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોરણ 10 અને 12ના પરીક્ષા ફોર્મ ન ભરાતાં વિદ્યાર્થીઓએ DEO કચેરી સમક્ષ વિરોધ કર્યો - પરીક્ષાઓ

ધોરણ-10 અને 12ની પરીક્ષાના ફોર્મ ભરવામાં આવી રહ્યાં છે, ત્યારે શહેરની એક શાળામાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી ન શક્યાં હોવાથી સ્કૂલ ખાતે વિરોધ કર્યો હતો. બાદમાં વિદ્યાર્થીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી પહોંચ્યાં હતાં અને હાય-હાયના નારા સાથે ફોર્મ ભરવા માટેની માગણી કરી હતી. સ્કૂલની માન્યતા રદ થઈ હોવાથી વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં નથી તેવી વિગત સામે આવી છે.

ધોરણ 10 અને 12ના પરીક્ષા ફોર્મ ન ભરાતાં વિદ્યાર્થીઓએ DEO કચેરી સમક્ષ વિરોધ કર્યો
ધોરણ 10 અને 12ના પરીક્ષા ફોર્મ ન ભરાતાં વિદ્યાર્થીઓએ DEO કચેરી સમક્ષ વિરોધ કર્યો

By

Published : Mar 22, 2021, 8:31 PM IST

  • વિદ્યાર્થીઓએ DEO કચેરીએ જઈ વિરોધ નોંધાવ્યો
  • વિદ્યાર્થીઓના બોર્ડ પરીક્ષાના ફોર્મ ન ભરાતાં વિરોધ
  • ફોર્મ ભરાય તેવી વિદ્યાર્થીઓની માગણી

અમદાવાદઃ કાલુપુરમાં આવેલ વી.આર. સ્મૃતિ વિદ્યા ટ્રસ્ટ સંચાલિત અનુપમ સ્કૂલની માન્યતા july 2020માં રદ થઇ હતી. એક જ બિલ્ડિંગમાં ચાર સ્કૂલો ચાલુ હતી ઉપરાંત ગેરકાયદે બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. સ્કૂલના ભોંયતળિયે કોમર્શિયલ એક્ટિવિટી થતી હતી. આ ઉપરાંત સ્કૂલના ટ્રસ્ટીઓમાં બે ભાઈઓ વચ્ચે પણ તકરાર ચાલી રહી હતી, જેના કારણે સ્કૂલમાં અનિયમિતતા વધતી રહેતી હતી. જેના કારણે અનુપમ સ્કૂલની માન્યતા રદ કરવામાં આવી હતી.

સ્કૂલની માન્યતા રદ થઈ હોવાથી વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં નથી

આ પણ વાંચોઃ DEO દ્વારા અમદાવાદની સ્કૂલોમાં અભ્યાસક્રમ મામલે ચેકિંગ હાથ ધરાયું

વિદ્યાર્થીઓએ કરી ન્યાયની માગણી

અનુપમ સ્કૂલની માન્યતા રદ થઇ હોવા છતાં સ્કૂલમાં 10 અને 12માં ધોરણમાં 250 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસેથી ફી પણ લેવામાં આવી હતી. પરંતુ આજે બોર્ડની પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હોવા છતાં હજુ સુધી ફોર્મ ભરાયાં નથી. એક વર્ષ સુધી ભણ્યાં બાદ ફોર્મ ન ભરાતાં વિદ્યાર્થીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. વિરોધ સાથે જ વિદ્યાર્થીઓ વસ્ત્રાપુર સ્થિત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચી ગયાં હતાં અને DEO હાય-હાયના નારા લગાવ્યાં હતાં સાથે જ ન્યાયની માગણી કરી હતી.

આ પણ વાંચોઃ રાજકોટની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવાતી હોવાનો વીડિયો વાઈરલ

વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવા પૂરા પ્રયાસો થશે

આ અંગે સીઇઓના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ભરતસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આ મામલો તેમના ધ્યાનમાં છે, પરંતુ હાલ કોર્ટમાં મામલો ચાલી રહ્યો છે. જેમાં આવતીકાલે હાઇકોર્ટ તરફથી ચુકાદો આપવામાં આવશે. તે બાદ શિક્ષણ વિભાગ દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવા પૂરા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details