- ધન્વંતરી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓ સિવાય અન્ય કોઈ સિનિયર ડોક્ટર ન હોવાથી તમામ જવાબદારી વિદ્યાર્થીઓ માથે આવી હતી
- PPE કીટ પહેરી આવી દર્દીના સ્વજને 5 વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો
- DRDO ની હોસ્પિટલ હોવા છતાં રાત્રે હુમલો થતા કોરોનામાં ડ્યુટી કરતા વિદ્યાર્થીઓ ગભરાયા
- વિદ્યાર્થીઓની પોલીસને રજૂઆત બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી
અમદાવાદઃકેન્દ્ર સરકારના DRDO વિભાગ અને રાજ્ય સરકારના સહયોગથી અમદાવાદના GMDC કન્વેનશન સેન્ટર ખાતે શરૂ થયેલી 900 બેડની ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં સિક્યુરિટીની પોલમપોલ સામે આવી છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા જુનિયર ડોકટરો એટલે કે બી.જે.મેડિકલ કોલેજમાં MBBSમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે દર્દીના સગાઓએ ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. ત્યારે હજુ સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે વિદ્યાર્થીઓની 4 માગ નહીં સ્વિકારાય ત્યાં સુધી કોરોના ડ્યુટીથી અળગા રહેશે.
આ પણ વાંચોઃકોર્સ પૂરો થતાં પહેલાં એજ્યુકેશન લોનની આખી રકમ ચૂકવાય તો વ્યાજ વસૂલી શકાય નહીંઃ કન્સ્યૂમર કૉર્ટ
29 એપ્રિલે રાત્રે 2 કલાકે વિદ્યાર્થીઓ કોરોના વોર્ડમાં ફરજ પર હતા