- GMERS નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરોની સતત બીજા દિવસે હડતાલ યથાવત્
- પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને સરકાર સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યું
- સરકાર દ્વારા લેખિતમાં રજૂઆત નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાલ પર રહેવાની ચીમકી ઉચ્ચારી
અમદાવાદ:રાજ્યમાં કોરોનાની મહામારીને લઈને હોસ્પિટલો અને તમામ બેડ ફૂલ થઇ ગયા છે. સાથે-સાથે રાજ્યમાં મેડિકલ સ્ટાફની પણ અછત સર્જાઇ રહી છે. તેવા સંજોગોમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી આવતા દર્દીઓને મોટી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હાલમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં ડ્યુટી આપી દેવામાં આવી છે.
સરકાર દ્વારા લેખિતમાં રજૂઆત નહીં કરવામાં આવે ત્યાં સુધી હડતાલ પર રહેવાની ચીમકી ઉચ્ચારી આ પણ વાંચો: અમદાવાદમાં પડતર માંગણીઓને લઈ GMERSનો સ્ટાફ હડતાલ પર
દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો
રાજ્યની તમામ GMERS મેડીકલ કોલેજનો નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઊતરી ચૂક્યો છે. રાજ્યમાં કુલ 8 GMERS મેડિકલ કોલેજો આવેલી છે. જેમાં અમદાવાદના સોલા ખાતે આવેલી મેડિકલ કોલેજમાં નર્સિંગ સ્ટાફ હડતાલ પર ઉતરી આવતા કોવિડ અને નોન-કોવિડ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નર્સિંગ સ્ટાફ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને હડતાલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:સોલા સિવિલ હોસ્પિટલના નર્સિગ સ્ટાફની અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ
પગાર વધારો, PF, સ્કાય ફંડ, મોંઘવારી ભથ્થુ સહિતની વિવિધ માંગણીઓ
GMERS મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઇને છેલ્લા 6 વર્ષથી રજૂઆત કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા અત્યાર સુધીમાં કોઈ પણ જાતનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેને લઇને બુધવારથી તમામ નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો અચોક્કસ મુદ્તની હડતાલ પર ઉતરી આવ્યા છે. મેડિકલ કોલેજ નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો દ્વારા પગાર વધારો, PF, સ્કાય ફંડ, મોંઘવારી ભથ્થુ સહિતની વિવિધ માંગણીઓને લઇને હડતાલ પર ઉતરી આવ્યા છે.