ગુજરાત

gujarat

ETV Bharat / city

પેટ્રોલ ડીઝલના ભાવવધારા મુદ્દે કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલન - Protest

ગુજરાત કોંગ્રેસ દ્વારા ભાવધારા વિરુદ્ધ રાજ્યવ્યાપી દેખાવો યોજવામાં આવ્યાં છે. જેને કારણે પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરતાં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે.

પેટ્રોલ ડીઝલના ભાવવધારા મુદ્દે કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલન
પેટ્રોલ ડીઝલના ભાવવધારા મુદ્દે કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલન

By

Published : Jun 29, 2020, 9:14 PM IST

અમદાવાદઃ કોરોનાના કેેરને લઈ લોકો આર્થિક ભીંસનો સામનો કરી રહ્યાં છે તેવા સમયે પેટ્રોલ, ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાને કારણે લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્યારે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ રાજ્યવ્યાપી આંદોલન છેડવામાં આવ્યું છે. પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહેલાં ગુજરાત કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદમાં કૉંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શહેરનાં સરદાર બાગ પાસે મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે. કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.

પેટ્રોલ ડીઝલના ભાવવધારા મુદ્દે કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલન
દેશભરમાં જ્યાં કોરોના મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ દેશમાં સતત છેલ્લા 23 દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેનો કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરી લોકોને અભિયાનમાં જોડાવા અપીલ કરી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની અમદાવાદ ખાતે વિરોધને લઇને પોલીસે અટકાયત કરી છે.
પેટ્રોલ ડીઝલના ભાવવધારા મુદ્દે કોંગ્રેસનું રાજ્યવ્યાપી આંદોલન
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પોલીસે માત્ર દેખાવ કરવાની મંજૂરી આપી હતી. જો રેલી સ્વરૂપે નીકળશે તો પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details