ગુજરાત

gujarat

ETV Bharat / city

લૉકડાઉનમાં દુકાનો ખોલવા અંગેની કેન્દ્રીય ગાઈડલાઈનનું રાજ્યો પરિસ્થિતિ પ્રમાણે પાલન કરે - લૉક ડાઉન

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે મોડી રાત્રે કેન્દ્ર સરકારે નાના દુકાનદારોને પોતાની દુકાનો ખોલવાની ગાઈડલાઈન જાહેર કરી છે. તેનો અમલ જે તે રાજય સરકારોએ પોતાનાં રાજયની પરિસ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

લૉક ડાઉનમાં દુકાનો ખોલવા અંગેની કેન્દ્રીય ગાઈડલાઈનનું રાજ્યો પરિસ્થિતિ પ્રમાણે પાલન કરે
લૉક ડાઉનમાં દુકાનો ખોલવા અંગેની કેન્દ્રીય ગાઈડલાઈનનું રાજ્યો પરિસ્થિતિ પ્રમાણે પાલન કરે

By

Published : Apr 25, 2020, 2:03 PM IST

અમદાવાદઃ ભરત પંડ્યાએ ગાઈડલાઈન સંદર્ભે વધુ જણાવ્યું હતું કે એક જોતાં નાનાં દુકાનદારો, નાનાં વેપારીઓ અને રોજેરોજ કમાતાં લોકો માટે આ રાહતના સમાચાર ગણાશે. કોરોના હોટસ્પોટ, લૉક ડાઊનના નિયમોનું પાલન અને સોશિયલ ડીસ્ટન્સ રાખવું અનિવાર્ય છે. સરકારે એકબાજુ કોરોના સામેની સાવચેતી રાખવાની છે અને બીજી બાજુ રોજગાર અંગેની ચિંતા પણ કરવાની છે.

લૉક ડાઉનમાં દુકાનો ખોલવા અંગેની કેન્દ્રીય ગાઈડલાઈનનું રાજ્યો પરિસ્થિતિ પ્રમાણે પાલન કરે
ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રુપાણી ગુજરાતની પરિસ્થિતિની સમીક્ષા કરીને યોગ્ય નિર્ણય લેશે.

ABOUT THE AUTHOR

...view details