ગુજરાત

gujarat

ETV Bharat / city

Asaduddin Owaisi Gujarat Visit : અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, "એક બાબરી મસ્જિદ ગુમાવી છે, હવે બીજી મસ્જિદ નહીં ગુમાવીએ" - અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન

અમદાવાદામં જ્ઞાનવાપી મસ્જિદને(Gyanvapi Masjid Case) લઈને AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીના નિવેદનથી(Statement of Asaduddin Owaisi) રાજકીય વાતાવરણ ફરી ગરમાયું છે. નિવેદનમાં ઓવૈસીએ મસ્જિદને લઇને સરકરાને બયાન આપ્યું છે.

Gyanvapi Masji Case
Gyanvapi Masji Case

By

Published : May 14, 2022, 4:02 PM IST

Updated : May 15, 2022, 6:46 AM IST

અમદાવાદ : યુપીના રાજકારણમાં, જ્ઞાનવાપી મસ્જિદને(Gyanvapi Masji Case) લઈને રાજકીય બયાનબાજી સતત વધી રહી છે. શનિવારે કોર્ટ કમિશનરની હાજરીમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે. જો કે આ પછી AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આ મુદ્દે નિવેદન(Statement of Asaduddin Owaisi) આપીને રાજકીય વાતાવરણ ફરી ગરમાવો લાવી દિધો છે.

"એક બાબરી મસ્જિદ ગુમાવી છે, હવે બીજી મસ્જિદ નહીં ગુમાવીએ"

આ પણ વાંચો - રાજ્યામાં ફરી વખત અહિંથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ

અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન - અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ જ્ઞાનવાપી મસ્જિદ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, "બાબરી મસ્જિદ પર કોર્ટનો નિર્ણય આવી ગયો છે. હવે જ્ઞાનવાપીનો મુદ્દો શરૂ થયો છે. હું સરકારને કહી રહ્યો છું કે અમે એક બાબરી મસ્જિદ ગુમાવી છે અને બીજી મસ્જિદ ક્યારેય નહીં ગુમાવીએ."

આ પણ વાંચો - મેડિકલ કોલેજમાં હંગામો : સિનિયર અને જુનિયર વચ્ચે મારપીટ, વિદ્યાર્થીઓને અપાઇ અનોખી સજા

મસ્જિદ મુદ્દે ઓવૈસીનું બયાન - અગાઉ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ પણ તેણે નિવેદન આપતા કહ્યું હતું કે, આજનો આદેશ 1991ના ચુકાદાનું ઉલ્લંઘન છે. મસ્જિદની કમિટી અને પર્સનલ લો બોર્ડે નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ. ઉનાળાના વેકેશન પહેલા તરત જ જવું જોઈએ. આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવશે.

Asaduddin Owaisi Gujarat Visit

અગાઉનો સર્વે પર એક નજર - બીજી તરફ શનિવારે પ્રથમ દિવસનો સર્વે પૂર્ણ થયો છે. આ સંદર્ભે માહિતી આપતા વારાણસીના પોલીસ કમિશનર એ. સતીષ ગણેશે જણાવ્યું હતું કે, કોર્ટ કમિશનર દ્વારા આજની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે પણ આ સર્વે ચાલુ રહેશે, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આજનો સર્વે આદર્શ વાતાવરણમાં પૂર્ણ થયો છે. સમગ્ર પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે. આ કોર્ટનો નિર્દેશ છે, તેનો અમલ કરવો એ આપણી ફરજ છે. અમે તમામ સુરક્ષા વ્યવસ્થા કરી લીધી છે અને અત્યાર સુધી બધું શાંતિપૂર્ણ વાતાવરણમાં થયું છે.

જ્ઞાનવાપી મસ્જિદ સર્વેનો આદેશ ગેરબંધારણીય - અગાઉ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો આદેશ ગેરબંધારણીય છે, આવો આદેશ આપવો જોઈતો ન હતો. બાબરી મસ્જિદ પાર્ટ-2ની આ તૈયારી ચાલી રહી છે. તેની તરફ આ પહેલું પગલું છે અને તેની પાછળનું આ એક ષડયંત્ર છે.

અમે અમારી મસ્જિદ બચાવીશું -અમદાવાદના સરસપુરમાં ઈદ મિલન પ્રોગ્રામ ઉપસ્થિત રહેલા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, હું ખૂબ જવાબદારી સાથે કહું છું કે જ્ઞાનવાપી મસ્જિદ હતી, છે અને રહેશે. 1991નો કાયદો કહે છે કે 15 ઓગસ્ટ 1947ના રોજ જે મસ્જિદ હતી તે અકબંધ રહેશે. જો કોઈ વ્યક્તિ તેના સ્વભાવ અને ચારિત્ર્યને બદલવા માંગે છે, તો સંસદનો 1991નો કાયદો તેના પર કેસ કરવાનું કહે છે, તેને જેલમાં મોકલો અને જો કોર્ટ ચૂકાદો આપે તો 3 વર્ષની સજા થશે.

વડાપ્રધાને મૌન તોડવું જોઈએ - અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, આ કટ્ટરપંથી શું કરી રહ્યા છે અને સમજો કે કટ્ટરપંથી બળ માત્ર ભાજપ નથી. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી પણ છે. તેઓ બધા ઇચ્છે છે કે મુસ્લિમો ફક્ત તેમના ઘરોમાં જ મુસ્લિમ રહે, પરંતુ જો તેઓ ઘરની બહાર જાય તો તેઓ મુસ્લિમ ન રહે. જ્ઞાનવાપીના સર્વે અંગે વડાપ્રધાને મૌન તોડવું જોઈએ. હાલ હું આગામી દિવસોમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અહીંયા આવ્યો છું. અને આગામી દિવસોમાં પણ ગુજરાતની મુલાકાત લેતો રહીશ. કઈ બેઠક ઉપર ચૂંટણી લડવી તેનો નિર્ણય હવે લઈશું.

ઔરંગઝેબને આ ધરતીમાં દફનાવ્યો હતો - 'ઔરંગઝેબની કબર પર નમાઝ પઢીને ઓવૈસી બંધુઓ અકબરુદ્દીન અને અસદુદ્દીન મહારાષ્ટ્રને પડકાર આપી રહ્યા છે. આ રાજકારણીઓ મહારાષ્ટ્રનું વાતાવરણ ડહોળવાના ઇરાદા સાથે રાજકારણ રમી રહ્યા છે. જો કે અમે આ પડકારને સ્વીકાર્યો છે. અમે ઔરંગઝેબને આ ધરતીમાં દફનાવ્યો હતો. ત્યારે આ રાજકારણ રમવા માગતા તેના અનુયાયીઓના પણ મહારાષ્ટ્રમાં આવા જ હાલ થશે.

Last Updated : May 15, 2022, 6:46 AM IST

ABOUT THE AUTHOR

...view details