- VVIP Movementને લઈને રાજ્ય પોલીસનું જાહેરનામું
- વાણિજ્યિક એકમો, દુકાન કે મકાનો પોલીસ બંધ નહીં કરાવી શકે
- 3 મિનિટથી વધુ ટ્રાફિક નહિ રોકી શકાય
અમદાવાદ : રાજ્ય પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં ADG નરસિમ્હા તોમર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, VVIP Movementમાં રૂટ પરનાં વાણિજ્યિક એકમો, દુકાન કે મકાનો પોલીસ બંધ નહીં કરાવી શકે. અગાઉ પોલીસ સુરક્ષાનાં નામે VVIP Movement રૂટ પરનાં મકાનોની બારીઓ બંધ કરાવી દેતી હતી. જોકે હવે આ તમામ બાબતો પર રોક લગાવી દેવામાં આવી છે.
VVIP Movementને લઈને રાજ્ય પોલીસે નવું જાહેરનામું બહાર પાડ્યું, જાણો શું થયાં નવાં ફેરફારો... અધિનિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવશે
VVIP Movement દરમિયાન ઈમરજન્સી સમયે VVIP Conwayને પણ ઓવરટેક કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ સમગ્ર મામલે Traffic JCP મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં મોટાભાગનાં રોડ ડીવાઇડર વાળા છે તેવા રસ્તામાં એક બાજુથી ખુલ્લી રાખવામાં આવશે તેમજ સર્વિસ રોડ પર ટ્રાફિકને ડાયવર્ટ પણ કરી શકાશે તેમજ અમુક VVIP લોકોનો કોનવે નીકળશે ત્યારે ટ્રાફિક અધિનિયમ પ્રમાણે કામગીરી કરવામાં આવશે અને 3 મીનીટથી વધુ ટ્રાફિક ન રહે તે માટે ટ્રાફિક જવાનો દ્વારા કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો :દિવાળી બાદ ભુપેન્દ્ર પટેલ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક, આ મહત્વની બાબતો પર થશે ચર્ચા
આ પણ વાંચો :24 કલાકમાં રાજ્યમાં નોંધાયા 20 પોઝિટિવ કેસ, 28 દર્દીઓ થયા કોરોનાથી મુક્ત