ગુજરાત

gujarat

ETV Bharat / city

નવરાત્રી: ફક્ત આરતીના આયોજન સાથે શક્તિની આરાધના શરૂ - ગરબાના આયોજન પર પ્રતિબંધ

શનિવારથી નવરાત્રી પર્વ શરૂ થઈ ગયું છે. આ વર્ષે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે ગરબાના આયોજન પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, સોશિયલ ડિસ્ટન્સ સાથે આરતી કરી શકાય તે માટે છૂટ આપી છે. જેમાં અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળે માતાજીની સ્થાપના કરી આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નવરાત્રી
નવરાત્રી

By

Published : Oct 18, 2020, 4:41 AM IST

  • આ વર્ષે ગરબા વગર ઉજવાશે નવરાત્રી
  • અમદાવાદના વિવિધ વિસ્તારોમાં માતાજીની સ્થાપના અને આરતીનું આયોજન કરાયું
  • આરતી સમયે જાળવવું પડશે સોશિયલ ડિસ્ટન્સ

અમદાવાદ: મા શક્તિની આરાધના કરવાના દિવસો એટલે નવરાત્રી. શનિવારથી નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે. નવરાત્રીમાં કોરોના વાઈરસનું સંક્રમણ ન ફેલાય તે માટે આ વર્ષે ગરબાનું આયોજન પણ બંધ રાખવામાં આવ્યું છે. જોકે શેરી, મહોલ્લા અને સોસાયટીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની શરત સાથે ફક્ત આરતી અને પૂજા કરવાની છૂટ આપવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદમાં વિવિધ સ્થળોએ માતાજીની સ્થાપના કરી આરતીનું આયોજન કરવામાંઆવ્યું છે.

navratri Aarti

લોકોની રોજગારી પર માઠી અસર

કોરોનાના કપરા સમયમાં ચાલુ વર્ષના ઉત્સવો, તહેવારો અને પ્રસંગોની મજા બગડી ગઈ છે. એમાં પણ નવરાત્રી મહોત્સવ સાથે હજારો લોકોની રોજગારી જોડાયેલી છે. જેમાં કપડા, કલાકારો, સૌંદર્ય પ્રસાધન, મંડપ ડેકોરેશન, હોટલ-રેસ્ટોરન્ટ જેવા અનેક લોકો નવરાત્રી મહોત્સવમાં કમાણી કરી લેતા હોય છે, પરંતુ આ વખતે નવરાત્રીનું આયોજન અને ઉત્સવની ઉજવણી બંધ રાખવામાં આવી છે.

navratri Aarti

સોશિયલ ડિસ્ટન્સ સાથે આરતી

કોરોનાને કારણે નવરાત્રી મહોત્સવ હોવા છતાં મોટાભાગના ગામ અને સોસાયટીઓમાં આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું નથી. મોટા કેમ્પસ, વધુ ગીચ વસ્તીવાળા વિસ્તારો અને સોસાયટીઓએ નવરાત્રીનું આયોજન સદંતર બંધ રાખ્યું છે. જ્યારે અમદાવાર શહેરની નાની સોસાયટીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની શરતે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

navratri Aarti

ABOUT THE AUTHOR

...view details