રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમોનું અમલીકરણ શરુ - amdavad news
અમદાવાદ: ટ્રાફિકના નવા નિયમોનું અમદાવાદ સહિત રાજ્યભરમાં પાલન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં ટ્રાફિક પોલિસ દ્વારા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને હેલ્મેટ,સીટ બેલ્ટ,પીયૂસી અને HSRP નંબર પ્લેટ વિનાના વાહન ચાલકોને દંડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હેલ્મેટ,પીયૂસી અને HSRP નંબર પ્લેટને લઈને 31 ઓક્ટોબર સુધીની છૂટ આપી હતી જે હવે પૂર્ણ થઈ છે.
અમદાવાદમાં ટ્રાફિકના નવા નિયમોનું અમલીકરણ શરુ
વધતા જતા અકસ્માતો અને બનાવોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ટ્રાફિકના કાયદામાં સુધારા વધારા કરીને ટ્રાફિક નિયમ ભંગ કરવા બદલ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં અનેક વાહનોની નવી નંબર પ્લેટ લગાવવાની બાકી હોવાથી અને વાહનોના પીયૂસી સેન્ટર પૂરતા ન હોવાથી રાજ્ય સરકાર દ્વારા 31 ઓક્ટોબર સુધીની મુદત આપવામાં આવી હતી.આ મુદત આજે પુરી થતા નવા નિયમોનું કડકપણે પાલન કરવવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે.