અમદાવાદમાં STના પૈડા થંભ્યા, કરફ્યૂમાં રાણીપ બસ સ્ટેન્ડ પર લોકડાઉન જેવી સ્થિતિ
અમદાવાદમાં દિવાળીના સમયે લોકોની બેદરકારીથી કોરોના વાયરસન કેસ વધ્યા છે. હવે તંત્ર દ્વારા શહેરમાં બે દિવસીય કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. 21 અને 22 નવેમ્બર એમ બે દિવસ શહેરમાં કરફ્યૂ રહેશે. ત્યારબાદ 23 નવેમ્બરથી રાત્રિ કરફ્યૂ લાગુ થશે.
● અમદાવાદ શહેરમાં કરફ્યૂની અસર
● એસટી બસ સ્ટેશનો ફરી વખત લોકડાઉન જેવા સૂમસાન
● 23 નવેમ્બરથી રાત્રિ કરફ્યુને ધ્યાનમાં રાખીને ઉપડશે બસો
●પરિવહન પ્રધાન આર.સી. ફળદુએ એસટી બંધ રાખવાની કરી હતી જાહેરાત
અમદાવાદઃ અમદાવાદ શહેર ઉપરાંત સુરત, બરોડા, રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ રાત્રિ કરફ્યુ નાખવામાં આવ્યો છે. ગઈકાલે રાજ્ય પરિવહન વિભાગની જવાબદારી સાંભળતા સંભાળતાં ગુજરાત રાજ્યના પ્રધાન આર.સી.ફળદુએ બે દિવસ અમદાવાદ એસટી બંધ રાખવાની વાત કરી હતી. પરિણામે સરકાર સાથેના સંકલન બાદ એસટી વિભાગના અધિકારીઓ બે દિવસ બસ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.