ગુજરાત

gujarat

ETV Bharat / city

PM મોદીની ઉપસ્થિતિમાં સર્જાશે રેંટિયો કાંતવાનો વર્લ્ડ રેકોર્ડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટે ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ વખતે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે તેમની ઉપસ્થિતિમાં રેંટિયો કાંતિને વર્લ્ડ રેકોર્ડ બનાવશે. તો હવે રિવરફ્રન્ટ ખાતે આ મામલે કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે. તે અંગે જોઈએ આ અહેવાલ. Spinning Wheel World Record, PM Modi Gujarat August 2022.

PM મોદીની ઉપસ્થિતિમાં સર્જાશે રેંટિયો કાંતવાનો વર્લ્ડ રેકોર્ડ
PM મોદીની ઉપસ્થિતિમાં સર્જાશે રેંટિયો કાંતવાનો વર્લ્ડ રેકોર્ડ

By

Published : Aug 24, 2022, 3:14 PM IST

અમદાવાદસમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. તેવામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે (PM Modi gujarat visit) આવી રહ્યા છે. તેમની ઉપસ્થિતિમાં 27 ઓગસ્ટે રિવરફ્રન્ટ ખાતે (Ahmedabad Sabarmati Riverfront) 7,500 ચરખાં એકસાથે કાંતવામાં (Spinning Wheel World Record) આવશે. આ સાથે જ અહીં એકસાથે આટલા બધા ચરખાનો વર્લ્ડ રેકોર્ડ બનશે.

નવા ચરખા ખરીદી પર 65 ટકા સહાય

નદી પરનો પ્રથમ વોકવેનું PM કરશે ઉદ્ઘાટન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના (gujarat assembly elections 2022) મહિના બાકી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Gujarat August 2022) 27 ઓગસ્ટથી 2 દિવસીય ગુજરાતની મુલાકાતે આવી રહ્યા (PM Modi gujarat visit) છે. તે દરમિયાન તેઓ વિવિધ વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ કરશે. આમાં ખાસ કરીને સાબરમતી નદી પર તૈયાર કરવામાં આવેલા દેશનો નદી પરનો પ્રથમ વોક વે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ આઝાદીના 75 અમૃત મહોત્સવ અંતર્ગત એકસાથે 7,500 લોકો ચરખા કાંતીને (Spinning Wheel World Record) એક રેકોર્ડ સ્થાપિત કરશે.

વડાપ્રધાન પણ રેંટિયો કાંતશે

સમગ્ર ગુજરાતમાંથી રેટિયા લવાયા27 ઓગસ્ટે વડાપ્રધાનની અધ્યક્ષતામાં એકસાથે 7,500 ચરખા પર ખાદી ગૂંથવાનું કામ કરવામાં (Spinning Wheel World Record) આવશે. અહીં સમગ્ર ગુજરાતમાં વિવિધ અંદાજિત 500 જેટલી સંસ્થા પાસેથી ચરખા મગાવવામાં આવ્યા છે. તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી મોટા પાયે ચરખા મગાવવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત 7,200 જેટલી મહિલા અને 300 જેટલા પુરૂષો એકસાથે રેટિયો કાંતશે. આ ઉપરાંત આંધ્રપ્રદેશની પ્રખ્યાત ખાદીના 5 વણકર (khadi weavers andhra pradesh) અહિંયા આવીને ખાદી કાંતવાનું કામ કરશે.

સમગ્ર ગુજરાતમાંથી રેટિયા લવાયા

આ પણ વાંચોકલાકારોની મહેનતને જોઈ વર્લ્ડ બૂક ઑફ રેકોર્ડની ટીમ આવી પહોંચી આ શહેરમાં

વડાપ્રધાન પણ રેંટિયો કાંતશેઆઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે એકસાથે 7,500 જેટલા લોકો ચરખા (Spinning Wheel World Record) કાંતશે. ત્યારે ઐતિહાસિક દ્રશ્યો જોવા મળશે. અહીં અલગ અલગ સંસ્થાના 500 જેટલા પ્રતિનિધિ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન પણ રેટિંયો કાંતશે. આ કાર્યક્રમની શરૂઆત થાય તે પહેલા એક ડેમો પણ કરવામાં આવશે. ત્યારબાદ એક સાથે અંદાજિત 30 મિનિટ સુધી દરેક લોકો રેટિંયો કાંતશે. અહીં વડાપ્રધાન પણ રેંટિયો કાંતશે.

નવા ચરખા ખરીદી પર 65 ટકા સહાયનવા ચરખાની ખરીદી માટે ગુજરાત સરકાર દ્વારા 65 ટકા સહાય સંસ્થા અને લાભાર્થીઓેને આપવામાં આવે છે. જ્યારે 35 ટકા રકમ જેતે સંસ્થાને ભોગવી પડે છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 25 ચરખાની જોગવાઈ પણ ગુજરાત ખાદી ગ્રામો ઉદ્યોગ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચોઅમેરિકા અને ચાઇના વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોરના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં રેકોર્ડ બ્રેક એક્સપોર્ટ

પહેલાં કાર્યક્રમ મોકૂફ રખાયો હતોઆ પહેલા 7 ઓગસ્ટે આ કાર્યક્રમ યોજવાનો હતો, પરંતુ અમૂક કારણોસર આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. તો હવે મળતી માહિતી પ્રમાણે, ચરખો કાંતનાર મોટાભાગના કારીગરો સૌરાષ્ટ્રના છે, પરંતુ તે સમયગાળા દરમિયાન 2,500 જેટલા ચરખાં લાવવામાં આવ્યા હતા. ગુજરાત સરકારના ખાદી ગ્રામો ઉદ્યોગબોર્ડ (gujarat khadi gramodyog board) દ્વારા ચરખાનો (Spinning Wheel World Record) વ્યાપ વધુ રહે અને લોકો ખાદી તરફ વળે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નવા ચરખા માટે પણ સહાય આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details