ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેલૈયા ગ્રુપની કમળ આકારની પાઘડી અને પીએમ મોદીની તસવીર, નવરાત્રિમાં ખીલ્યું કમળ - અનુજ મુદલિયાર ખેલૈયા ગ્રુપ

ગુજરાતમાં એકતરફ રાજકીય ફલક પર નવી ચહેલપહેલ છે ત્યાં બીજીતરફ નવરાત્રિને લઇને યુવાવર્ગમાં અનોખો તરવરાટ છે. આ બંનેનો સુભગ સંગમ જોવા મળ્યો જાણીતા ઇન્ટરનેશનલ ડાન્સર અનુજ મુદલિયારના ખેલૈયા ગ્રુપની ગરબા પ્રેકટિસમાં. આ વર્ષે તેઓ કમળના આકારની પાઘડીમાં રમઝટ બોલાવવાના છે. Navratri festival in Ahmedabad Lotus Shape Turban for Garba in Navratri 2022 , Special turban of Modi

ખેલૈયા ગ્રુપની કમળ આકારની પાઘડી અને પીએમ મોદીની તસવીર, નવરાત્રિમાં ખીલ્યું કમળ
ખેલૈયા ગ્રુપની કમળ આકારની પાઘડી અને પીએમ મોદીની તસવીર, નવરાત્રિમાં ખીલ્યું કમળ

By

Published : Sep 20, 2022, 9:22 PM IST

અમદાવાદકોરોનાકાળના બે વર્ષના સન્નાટાને દૂર કરવા ખેલૈયાઓનો થનગનાટ અમદાવાદ શહેરના ગરબા ગ્રુપોમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદના જાણીતા ગરબા ખેલૈયા અનુજ મુદલિયાર અને તેમનું ગ્રુપ ( Anuj Mudalyar Khelaiya Group ) નવરાત્રિ 2022ને ( Navratri 2022 in Gujarat )આગવી ઢબે વધાવવા તૈયારીઓ કરી લીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું ટાણું નજીક છે અને નવરાત્રિના દિવસો છે ત્યારે ખેલૈયાઓ પણ રાજકીય રંગથી બચી શક્યાં નથી તે આ ગ્રુપના અવનવા પરિધાનમાં જોવા મળી રહ્યું છે.

ઇન્ટરનેશનલ ડાન્સર અનુજ મુદલિયાર દર વર્ષે નવા ગરબા ડ્રેસને લઇ જાણીતાં છે

નવરાત્રિમાં ખીલ્યું કમળ આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે ત્યારે આ ગ્રુપમાં ભાજપના ચૂંટણી પ્રતીક કમળના આકારની અનોખી પાઘડી ( Lotus Shape Turban in Navratri 2022 Ahmedabad ) જોવા મળી છે. આ ભાજપ માટે ઘણું ઉત્સાહવર્ધક( Special turban of Modi BJP and Sonu Sood ) રહેશે. કારણ કે લોકોના દિલ સુધી પહોંચવાની તેમની તૈયારીઓ રંગ લાવી રહી છે.

ભાજપના રંગમાં રંગાયેલી 4 કિલોની પાઘડીવાળો ડ્રેસઅમદાવાદમાં નવલી નવરાત્રિને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ (Navratri festival in Ahmedabad) જોવા મળી રહ્યા છે. ખાસ કરીને કચ્છી, ભરવાડી અને ઢેબરી વર્કમાં ટ્રેડિશનલ ડ્રેસો સાથે ગરબાઓની તૈયારી કરવામાં આવી રહી છે. આ વર્ષે કમળ આકારમાં આવેલી નવી પાઘડી નવરાત્રિમાં સારું એવું આકર્ષણ જમાવશે. અમદાવાદના જાણીતા ખેલૈયાઓમાં અનુજ મુદલિયારનું નામ ખૂબ જાણીતું છે અને તે એ કારણે છે કે તેઓ દર વર્ષે તેમના ગરબા ડ્રેસીસમાં પ્રયોગો કરતાં રહે છે. આ વર્ષે તેઓ ભાજપના રંગમાં રંગાયેલી 4 કિલોની પાઘડીવાળો ડ્રેસ લઇને આવ્યાં છે અને તે પહેરીને ગરબા પ્રેકટિસ પણ કરી રહ્યાં છે. (Ahmedabad Garba khelaiya preparations)

ભાજપના પ્રતીક કમળના આકારની પાઘડી4 કિલોની પાઘડી વિશે ઇન્ટરનેશનલ ડાન્સર અનુજ મુદલિયારે જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ પ્રકારની પાઘડી લઈને આવ્યો છું. આ પાઘડી કમળ આકારમાં છે. જે ભાજપનું પ્રતીક છે. હાલમાં હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેને ધ્યાનમાં રાખીને પાઘડી અને કેડિયું તૈયાર કરવામાં આવ્યું છે. આ પાઘડીનું વજન 4 કિલો જેટલું છે અને તે બનાવતા 1 મહિનો થયો હતો. આ પાઘડીનું વજન વધારે હોવાથી પાઘડી પહેરીને છેલ્લા 4 મહિનાથી તૈયારી કરવામાં આવી રહ્યું છે. (Ahmedabad Garba khelaiya preparations)

ખેલૈયાના ગરબા પરિધાનમાં પણ આવી તસવીરો જોવા મળી છે

રાજકીય રંગ પણ જામશે નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકસાથે એકસ્થળે ભેગાં થતાં હોય છે ત્યારે ઘણે ઠેકાણે રાજકીય નેતાઓ પણ રમવા અને લોકોનો ઉત્સાહ વધારવા જતાં હોય છે. સ્વાભાવિક જ આવી કમળની આકારની પાઘડી અને તેમાં પીએમ મોદીનો ફોટો પણ હોય ત્યારે ગરબા ગ્રુપોમાં રાજકીય રંગ પણ જામશે એ નક્કી છે.

ABOUT THE AUTHOR

...view details