- નારણપુરાના વૃદ્ધાશ્રમમાં કોરોના કાળમાં વિશેષ સુવિધા
- બીજી લહેરમાં એક પણ કોરોના પોઝિટિવનો કેસ નહીં
- નાશ, કાળો, કપૂર - લવિંગ ની પોટલીનું નિયમિત વિતરણ
અમદાવાદ:કોરોનાએ સૌથી વધુ વિપરિત અસર મોટી વયના લોકો પર કરી છે. તેમાં પણ જો કોઈ કોમર્બિડિટીઝ દર્દી હોય તો તેની માટે વધુ સમસ્યા ઉભી થઇ રહી છે. આવી સ્થિતિને જોતા જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, તમામ વૃદ્ધોને નિયમિત નાશ, કપૂર, લાવીનની પોટલી અને ઉકાળા આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, અહીં તમામે ફરજીયાત માસ્ક પહેરવાનો નિયમ જાતે પાડવાની ફરજ સોંપવામાં આવી છે.
આ પણ વાંચો:કોરોનાકાળમાં વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમની પરિસ્થિતિ અંગેનો ETV BHARATનો ખાસ અહેવાલ
બહાર અવરજવર પરના પ્રતિબંધના નિયમનું ચુસ્ત પાલન
બીજા લહેરની અસર વૃદ્ધશ્રમમાં પ્રવેશે નહીં તે માટે અહીં કોઈએ બહાર જવું નહીં અને કોઈએ પ્રવેશ લેવો નહીના નિયમનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે. જે કોઈ દાતા દાન માટે આવે તો તેમને પણ દરવાજા સુધી જ પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપરાંત, કોઈના સગા પણ જો મળવા આવે તો તેમને પણ પ્રવેશ આપવામાં આવતો નથી. સબંધીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, માત્ર વીડિયો કોલથી તેઓ પોતાના સબંધીઓ સાથે સંપર્ક કરી શકશે. આ ઉપરાંત, વૃદ્ધાશ્રમમાંથી પણ કોઈને બહાર જવા દેવામાં આવતા નથી.