- સગર્ભા મહિલાઓને વેક્સિનેશન માટે રખાઈ અલાયદી વ્યવસ્થા
- દરેક ઝોનના CHC સેન્ટર ઉપર સગર્ભા મહિલાઓ માટે વેક્સિનની અલગથી વ્યવસ્થા કરાઈ
- સોલા સિવિલ હોસ્પિટલમાં પણ વેક્સિન માટે આવેલી સગર્ભા મહિલાને અપાય છે પ્રાથમિકતા
અમદાવાદ:એક તરફ કે જ્યાં કોરોનાની મહામારીને અટકાવવા માટે સરકાર લોકોનું વેકસીનસેશન થાય તે માટે પ્રયત્નશીલ છે ત્યારે બીજી તરફ સગર્ભા મહિલાઓને લાઈનમાં ઊભા ન રહી કોઈ તકલીફનો સામનો ન કરવો પડે અને ઝડપથી રસી મળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ અમદાવાદમાં મનપા સંચાલિત સી.એસ.સી સેન્ટર ઉપર સગર્ભા મહિલાઓ વેક્સિનેશન લઇ શકે તે માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સોલા સિવિલમાં પણ વેકસીન લેવા આવેલી મહિલાઓને લાઈનમાં ઊભા ન રહી સીધા જ વેકસીન લેવા માટે કહેવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો- ભાવનગરમાં 69.88 ટકા વેક્સિનેશન: ગર્ભવતી મહિલાઓ સહિત વેક્સિન લેનારાઓ માટેની વ્યવસ્થાનું રિયાલિટી ચેક