ગુજરાત

gujarat

સોનિયા ગાંધીએ MLA ઇમરાન ખેડાવાલાના ટેલિફોન પર ખબર-અંતર પૂછ્યા

કોરોના પોઝિટિવ નીકળનાર કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના ખબર અંતર પૂછતા આજે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પૂછ્યા હતા. હાલ ઈમરાન ખેડાવાની અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પણ ટેલિફોનિક ખબર અંતર પૂછ્યા હતા. આ ઉપરાંત સીએમ વિજય રૂપાણીએ પણ ઇમરાન ખેડવાવા સાથે વાતચીત કરી તેમના હાલચાલ પૂછ્યા હતાં.

By

Published : Apr 18, 2020, 11:06 PM IST

Published : Apr 18, 2020, 11:06 PM IST

imran
imran

અમદાવાદ: જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના પોઝિટિવ આવતા SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઇમરાન ખેડાવાલાના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ટેલિફોનિક ખબર અંતર પૂછ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પણ ખબર અંતર પૂછ્યા હતાં.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ઇમરાન ખેડવાલાની ખબર પણ પૂછી હતી. હાલમાં અમદાવાદમાં કોંગ્રેસના સિનિયર નેતા બદરુદ્દીન શેખની તબિયત નાજુક છે અને હાલમાં તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. વેન્ટીલેટર પર હોવાને લઇ તેમના પ્રશંસકોમાં ચિંતાનું મોજું ફેલાયું છે.

ગુજરાત કોંગ્રસ પ્રમુખ અમિત ચાવડાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. 17 તારીખે સોલા સિવિલ ખાતે તેઓએ ટેસ્ટ કરાવ્યો હતો. જેના બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા પક્ષમાં હાશકારો થયો હતો. બીજી તરફ રાહુલ ગાંધીએ અમદાવાદના કોર્પોરેટર બદરુદ્દીન શેખના પરિવારજનો સાથે પણ વાત કરી હતી. અહેમદ પટેલ સતત કોંગ્રેસના બીમાર નેતાઓના સંપર્કમાં છે. હાલ બદરુદ્દીન શેખ વેન્ટીલેટર ઉપર છે, પણ તેમની તબિયત સ્થિર છે.

ABOUT THE AUTHOR

...view details