ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદના મેઘાણીનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા - Son kills father in Meghaninagar

અમદાવાદના મેઘાણીનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. મેઘાણીનગરમાં પુત્રએ નજીવી બાબતે પિતાની હત્યા કરી હતી. વૃદ્ધ પિતાએ પુત્રને રૂપિયા ઘરમાં કેમ નથી આપતો તેમ કહી ઠપકો આપ્યો હતો. જેથી અદાવત રાખી પુત્રએ પિતાની હત્યા કરી નાખી હતી.

અમદાવાદના મેઘાણીનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા
અમદાવાદના મેઘાણીનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા

By

Published : Apr 27, 2021, 10:43 PM IST

  • મેઘાણીનગરમાં પુત્રએ પિતાની હત્યા કરી
  • પિતાએ પુત્રને ઠપકો આપતા અદાવત રાખી હત્યા કરી
  • પોલીસે આરોપીની અટકાયત કરી

અમદાવાદઃ શહેરના મેઘાણીનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક પુત્રએ પિતાની હત્યા કરી હતી. વૃદ્ધ પિતાએ પુત્રને રૂપિયા ઘરમાં કેમ નથી આપતો તેમ કહી ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખી અડધી રાત્રે પુત્રએ ટૂંપો દઈ પિતાની હત્યા કરી નાખી હતી. પરિવારજનો રાત્રે સુઈ ગયા ત્યારે, પુત્રએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાની જાણ થતા મૃતકના અન્ય પુત્રએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ કરી આરોપીને નજરકેદ કર્યો છે.

અમદાવાદના મેઘાણીનગરમાં પુત્રએ કરી પિતાની હત્યા

પોસ્ટમોર્ટમમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો

પોલીસે તપાસ કરતા અજય તેના પિતા લક્ષમણ ભાઈ તથા માતા સાથે રહે છે. તેઓ 8 ભાઈ બહેન છે. અજયના પિતાએ તેના ભાઈ અનિલને કહ્યું કે, તું કેમ મજૂરીના પૈસા ઘરમાં આપતો નથી. બસ આ જ વાતને લઈને પિતા પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે, થોડા સમય બાદ આ બોલાચાલી પુરી થઈ અને પરિવારજનો સુઈ ગયા હતા. તે જ રાત્રે એટલે કે 26 તારીખે રાત્રે અજયની માતા બીજા રૂમમાં સુતા તેના પિતાને અડધી રાત્રે પાણી આપવા ગયા હતાં. તેઓને પાણી આપવા જગાડતા તેઓ હાથ પગ હલાવતા ન હતા અને જાગ્યા ન હતા. જેથી તેની માતાએ બુમાબુમ કરતા અજય સહિતના લોકો જાગી ગયા અને પોલીસને જાણ કરાઈ હતી. પોલીસને હત્યાનો મેસેજ પણ અપાયો હતો. બાદમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવતા તેનું મોત ગળે ટૂંપો આપવાથી થયું હોવાનુ સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદના વટવામાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતમાં યુવકની હત્યા

પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી

પોલીસે પરિવારજનોની પૂછપરછ કરતા મૃતકના પુત્ર અનિલ પટણીએ ગુનો કબુલ્યો હતો. તેને પોલીસને જણાવ્યું હતુ કે, મજૂરીના પૈસા ઘરમાં આપવા બાબતે તેના પિતાએ બોલાચાલી કરી હતી અને પરિવારના સભ્યોએ આ મામલો શાંત પાડ્યો હતો. પણ તેના પિતાએ સુઈ ગયા બાદ માથામાં તેને મારતા તેને લોહી નીકળતા મલમ પટ્ટી કરાવી ઘરે આવ્યા હતા. બાદમાં પરિવારજનો સુઈ જતા આ બાબતની અદાવત રાખી અનિલ રાત્રે ઉઠી પિતા જે ખાટલામાં સુતા હતા, ત્યાં તેમના માથા પાસે ઉભા રહી આવેશમાં આવી શર્ટની બાંયથી ગળામાં તેની તરફ પ્રેશર કરી થોડી વાર પકડી રાખ્યો હતો. થોડીવાર બાદ તેના પિતાએ હલન ચલન ન કરતા તેણે ખભા પર હાથ મૂકી પિતા જીવે છે કે મૃત્યુ પામ્યા તે જાણ્યું હતું. પણ કોઈ હલન ચલન ન થતા તે પાછો જઈને સુઈ ગયો હતો. બાદમાં પરિવારને જાણ થતા આ મામલો સામે આવ્યો હતો. મેઘાણીનગર પોલીસે આરોપી અનિલ સામે હત્યાનો ગુનો નોંધી તેની અટકાયત કરી નજરકેદ રાખી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.

ABOUT THE AUTHOR

...view details