ગુજરાત

gujarat

ETV Bharat / city

GCS હોસ્પિટલમાં સહકર્મીના મોત બાદ સ્ટાફના કેટલાક સભ્યો હડતાળ પર - જીસીએસ હોસ્પિટલ

અમદાવાદના અમૃદુપુરા ખાતે આવેલા ગુજરાત કેન્સર રીસર્ચ સોસાયટી હોસ્પિટલમાં કોરોના વોર્ડમાં કામ કરતાં કર્મચારીનું મોત થતાં સેફટી મુદ્દે સાથી કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. જેથી હોસ્પિટલની કેટલીક સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

GCS હોસ્પિટલમાં સહકર્મીના મોત બાદ સ્ટાફના કેટલાક સભ્યો હડતાળ પર
GCS હોસ્પિટલમાં સહકર્મીના મોત બાદ સ્ટાફના કેટલાક સભ્યો હડતાળ પર

By

Published : May 29, 2020, 4:53 PM IST

અમદાવાદ: અમદાવાદની જી.સી.એસ હોસ્પિટલમાં કામ કરતાં લક્ષ્મીબહેનનું મોત થતાં તેમના સાથી કર્મચારીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી હતી અને કામકાજથી અળગાં રહ્યાં હતાં. જેને લીધે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 29મી મેના રોજ વહેલી સવારે પણ કર્મચારીઓની હડતાળ જારી રહી હતી અને લગભગ 30 થી 40 જેટલા કર્મચારીઓ કામકાજથી અળગાં રહ્યાં હતાં.

GCS હોસ્પિટલમાં સહકર્મીના મોત બાદ સ્ટાફના કેટલાક સભ્યો હડતાળ પર

GCS હોસ્પિટલમાં હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની માગ છે કે તેમના માટે હોસ્પિટલના વહીવટીતંત્ર સુરક્ષા માટે વ્યવસ્થા કરી આપે. હડતાળને લીધે દર્દીઓને ખાવાપીવાની સુવિધા માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોના મહામારીના સમયમાં તેઓએે વહીવટીતંત્ર પાસે મદદ માગી છે અને જ્યાં સુધી માગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details