અમદાવાદઃ કોરોના વાઇરસના કહેર વચ્ચે લોકડાઉન જાહેર થતા કથા સાંભળવા ગયેલા અમદવાદના નિકોલ વિસ્તારના વયોવૃદ્ધો જેમાં 80 સ્ત્રીઓ સહિત 90 લોકો છત્તીસગઢમાં આવેલા રાયપુર જિલ્લાના ચંપારણ ગામમાં ફસાયા છે. આ પ્રવાસિઓ 18 તારીખની રિટર્ન ટિકિટ હોવા છતાં ટ્રેન સેવા બંધ થઈ જતા આજે લોકડાઉનની સ્થિતિમાં એક મહિનાથી મુશ્કેલીમાં મુકાયા છે.
અમદાવાદના નિકોલ વિસ્તારના વૃદ્ધ નાગરિકો છત્તીસગઢના ચંપારણ ખાતે ભાગવત કથા સાંભળવા ગયા હતા. તેમની રિટર્ન ટિકિટ 18 તારીખની હતી. પરંતુ કોરોના વાઈરસના સંક્રમણને લઈને સરકારે અચાનક જ લોકડાઉન જાહેર કરતા તમામ વયજૂથના નાગરિકો છત્તીસગઢના ચંપારણ ખાતે ફસાઈ ગયા હતા. છેલ્લા એક મહિનાથી તેઓ ચંપારણમાં એક ધર્મશાળામાં રોકાયા છે. તેમાંથી કેટલાક વયોવૃદ્ધ નાગરિકોની તબિયત પણ ખરાબ છે . ઘરે પણ તેમના બાળકોને તેમની રાહ જોઈને આંસુ સારી રહ્યા છે. તો બીજી તરફ આ નાગરિકો પણ પોતાના વતનને યાદ કરી રહ્યા છે.