ગુજરાત

gujarat

ETV Bharat / city

ગોમતીપુર સગીરા દુષ્કર્મ મામલો : સગીરાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ પર પોલીસે કરી ઝીણવટભરી તપાસ, તો જાણો શું હકીકત આવી બહાર - અમદાવાદ પોલીસ

અમદાવાદના ગોમતીપુરમાં સગીરા પર 4 યુવકોના દુષ્કર્મની ફરિયાદની (Ahmedabad Crime News) તપાસમાં ચોંકાવનારી વિગતો (Minor girl rape case in Ahmedabad Gomtipur ) બહાર આવી હતી. સગીરા સાથે શું બની હતી ઘટના તે વિશે વધુ જાણો આ અહેવાલમાં.

ગોમતીપુર સગીરા દુષ્કર્મ મામલો : સગીરાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ પર પોલીસે કરી ઝીણવટભરી તપાસ, તો જાણો શું હકીકત આવી બહાર
ગોમતીપુર સગીરા દુષ્કર્મ મામલો : સગીરાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ પર પોલીસે કરી ઝીણવટભરી તપાસ, તો જાણો શું હકીકત આવી બહાર

By

Published : May 11, 2022, 10:02 PM IST

અમદાવાદ- શહેરના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં થોડા દિવસો અગાઉ સગીરા પર કેટલાક લોકોએ દુષ્કર્મ આચર્યું (Minor girl rape case in Ahmedabad Gomtipur )હોવાની ફરિયાદ (Ahmedabad Crime News)નોંધાઈ હતી, પરંતુ ફરિયાદ નોંધતાંની સાથે જ પોલીસને(Ahmedabad Police) શંકા હતી કે આ ફરિયાદમાં ખોટી રજૂઆતો કરવામાં આવી રહી છે. જેના પગલે ગોમતીપુર પોલીસે સમગ્ર બાબતનું ઝીણવટપૂર્વક તપાસ કરી. આખરે આક્ષેપ કરનારી સગીરા જ અને તેની સગીર પ્રેમી સમગ્ર કેસમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

આખરે આક્ષેપ કરનારી સગીરા જ અને તેની સગીર પ્રેમી સમગ્ર કેસમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું

આ પણ વાંચોઃ અમદાવાદ : ગોમતીપુરમાંથી દુષ્કર્મના આરોપીની પોલીસે કરી ધરપકડ

4 મેએ નોંધાઇ હતી ફરિયાદ -ગોમતીપુર પોલીસ સ્ટેશનની હદમાં ગત 04 મેં ના રોજ એક સગીરા તેના માતાપિતા સાથે પોલીસ સ્ટેશન આવી અને પોતાની પર ચાર લોકોએ તેનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ લઈને જઈને દુષ્કર્મ થયું હોવાનો (Minor girl rape case in Ahmedabad Gomtipur )આક્ષેપ સગીરાએ કર્યો હતો. જો કે પોલીસને શરૂઆતથી જ સમગ્ર બાબતમાં શંકા જતી હતી પરંતુ સગીરા હોવાથી કાયદા મુજબ ફરિયાદને (Ahmedabad Crime News)અગ્રીમતા આપવી પણ જરૂરી રહેતી હતી. જેથી ગોમતીપુર પોલીસે ફરિયાદના આધારે ચાર શખ્સો વિરુદ્ધ દાખલ કરી.. પરંતુ ગોમતીપુર પોલીસે (Ahmedabad Police)ઉલટ તપાસ પણ હાથ ધરી હતી. જેમાં કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવીને ઉભી રહી ગઈ, જેમાં પીડિત સગીરા જે પ્રમાણેના આક્ષેપો કરતી હતી તે મુજબની એક પણ હકીકત પોલીસને પુરાવા રૂપે જોવા મળતી ન હતી અને બાદમાં પોલીસે સગીરાનું વિડીયો રેકોર્ડિંગ મારફતે પૂછપરછ હાથ ધરી જેમાં સગીરાએ પોલીસ સમક્ષ હકીકત સ્વીકારી લીધી અને હકીકત જાણ્યા પછી તો ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

સગીરાએ ઘડી કહાની-માસ્ટર માઈન્ડ સગીરાએ પોતાના સગીર પ્રેમી સાથે એક આખી રાત બહાર વિતાવી હતી અને તે વાતની જાણ તેના પરિવારજનને થઈ ગઈ હોવાની બીકના લીધે સગીરાએ આ સમગ્ર (Minor girl rape case in Ahmedabad Gomtipur ) તરકટ રચ્યું હોવાની કબૂલાત પોલીસ(Ahmedabad Police) સમક્ષ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારબાદ ગોમતીપુર પોલીસે સગીરાએ જે કોઈપણ રજૂઆત ફરિયાદમાં (Ahmedabad Crime News)દર્શાવી હતી તે તમામ જગ્યાઓ પર સગીરાને લઇ જવામાં આવી અને પુરાવા એકત્ર કરવામાં આવ્યાં. જેમાં પોલીસે કેટલાક સીસીટીવી ફૂટેજ પણ એકત્ર કર્યા છે જેમાં સગીરા અને તેનો સગીર પ્રેમી બંને જોડે જતા હોય તેવા પુરાવા પણ પોલીસે કબ્જે લીધા છે.

આ પણ વાંચોઃMisdeeds in Ahmedabad : પ્રેમીએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, પ્રેમી સાથે રહેવા પરિણીતાએ છૂટાછેડા લીધાં હતાં

સગીરાને બાળ સુધારણા કેન્દ્રમા મોકલી -આ મામલે ઉલ્લેખનીય છે કે બીજી તરફ સગીરા જે ચાર લોકોના નામ આપતી હતી તે આ ચારેયના ટાવર લોકેશન તથા બનાવના દિવસના લોકેશન પણ કઢાવ્યા હતાં. ત્યારે આ ચારેય યુવકોના (Ahmedabad Crime News) નામ લેવા પાછળનું કારણ સગીરાએ પોલીસને (Ahmedabad Police)આપ્યું છે કે આ ચારેયમાંથી એક યુવકની બહેન પણ સગીરાની ચાલીમાં જ રહેતી હતી. જેથી કરીને આ ચારેય યુવકો અવારનવાર અવરજવર કરતા હતાં. તેથી સગીરાએ આ ચારેય યુવકોના નામ (Minor girl rape case in Ahmedabad Gomtipur ) પોલીસને આપી દીધા હતાં. સમગ્ ભાંડો ફૂટી પડતાં સગીરાએ પોતાના સગા માતાપિતા સાથે રહેવાની સહમતી દર્શાવિ નથી જેથી ગોમતીપુર પોલીસ આ સગીરાને બાળ સુધારણા કેન્દ્રમા મોકલી આપશે સાથે સાથે બ્રેઇન મેપિંગનો ટેસ્ટ પણ કરાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details