અમદાવાદ:ગોધરા 2002ના રમખાણો(Godhra 2002 riots) બાદ જે સમગ્ર મામલો ચાલી રહ્યો હતો. એમાં સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી R.B શ્રીકુમાર સામે નોંધાયેલા કેસના મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા. તિસ્તા અને R.B શ્રીકુમારે નિયમિત જામીન માટે સેશન કોર્ટમાં અરજી(Application in Sessions Court) કરી હતી. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમારના રિમાન્ડ થયા પૂર્ણ, ક્રાઇમ બ્રાન્ચે લિધો આ ફેસલો...
સંવેદનશીલ કેસ હોવાથી આરોપીને કોર્ટમાં હાજર રાખવા જરૂરી -નિયમિત જામીન અરજી(Regular bail application) બાબતે આજે જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એમાં તિસ્તા સેતલવાડના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીને કોર્ટમાં હાજર રાખીને આગળની પ્રોસેસ કરવાની રજુઆત કરવામાં આવી હતી.
સોગંદનામાના અભ્યાસ કરવા માટે સમય માગ્યો -જોકે મહત્વનું છે કે, આ બાબતને લઈને સરકારી વકીલ દ્વારા કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. સરકારી સોગંદનામું મળતા બચાવ પક્ષના વકીલે સોગંદનામાના અભ્યાસ કરવા માટે થઈને સમય માંગ્યો હતો. બીજી એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસ 20 વર્ષ જૂનો છે. તેથી તે તમામ કેસના પાસા સમજવા માટે થઈને તેમને આરોપી સાથે ચર્ચા કરવા માટે પણ સમય જોઈએ છે. તે માટે થઈને એમણે આરોપી તિસ્તા સેતલવાડ સાથે મુલાકાત કરવાની મંજૂરી પણ કોર્ટ સમક્ષ માંગવામાં આવી હતી.
વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ આરોપીને કોર્ટમાં હાજર કરી શકાય - જોકે આ સમગ્ર મામલે સરકારી વકીલ દ્વારા આ બાબતનો વિરોધ નોંધવામાં આવ્યો હતો. સરકારી વકીલે કહ્યું હતું કે, બંધારણમાં પણ આવી બાબતનો ઉલ્લેખ જોવા મળતો નથી. તેથી આ જે રજૂઆત છે. એને યોગ્ય ગણી શકાય નહીં. જોકે બચાવ પક્ષના વકીલ દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી હતી. હવે તો ગુજરાત હાઇકોર્ટમાં(Gujarat High Court Ahmedabad) પણ કોઈ એવો કેસ હોય છે કે જેમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ આરોપીને કોર્ટમાં હાજર કરી શકાય છે. તે સંદર્ભને ધ્યાનમાં રાખીને આ આરોપીને પણ કોર્ટમાં હાજર રાખી શકાય છે.
આ પણ વાંચો:તિસ્તા સેતલવાડ અને શ્રીકુમારના રિમાન્ડ થયા મંજૂર,વકીલે કરી આ મુદ્દે મોટી સ્પષ્ટતા
બચાવ પક્ષના વકીલની અપીલ માન્ય રાખી છે - કેસ બાબતે સમગ્ર મુદ્દે સુનાવણી સાંભળ્યા બાદ સેશન્સ કોર્ટે વકીલને, તિસ્તા સેતલવાડ સાથે મુલાકાત કરવા માટે મંજૂરી પણ આપી છે અને બચાવ પક્ષના વકીલ દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તે પણ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આ કેસ મામલે વધુ સુનાવણી આગામી શનિવારના રોજ હાથ ધરવામાં આવશે.