અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોના વાયરસના ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. બે કેસ સામે આવ્યાં બાદ અમદાવાદના સાઉથ બોપલમાંથી એક યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો હતો. યુવક યુકેથી મુંબઈ આવ્યો હતો અને બાદમાં મુંબઈથી અમદાવાદ આવ્યો હતો. તો કોરોના વાયરસના પોઝિટિવ કેસોને પગલે અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે.
અમદાવાદમાં કોરોનાના ત્રણ પોઝિટિવ કેસ આવવાને પગલે કલમ 144 લાગુ કરાઈ - corona
અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં કોરોના વાયરસના ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. બે કેસ સામે આવ્યાં બાદ અમદાવાદના સાઉથ બોપલમાંથી એક યુવાનનો કેસ પોઝિટિવ આવ્યો હતો. યુવક યુ.કે.થી મુંબઈ આવ્યો હતો અને બાદમાં મુંબઈથી અમદાવાદ આવ્યો હતો. તો કોરોના વાયરસના પોઝિટિવ કેસોને પગલે અમદાવાદ શહેરમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે.
અમદાવાદ શહેર પોલીસે કોરોના વાયરસને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. અમદાવાદમાં કોરોના વાયરસને લઈ કલમ 144 લાગુ કરવામાં આવી છે. સરઘસ, સભા, મેળાવડા, સંમેલન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા, નાટ્યગૃહો બંધ રાખવા પણ આદેશ કરવામાં આવ્યો છે. પાનના ગલ્લા, જીમ, સ્વીમિંગ પુલ, ડાન્સ ક્લાસીસ બંધ કરી દેવા જણાવાયું છે. 31 માર્ચ સુધી બંધ રાખવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું બહાર પાડ્યું છે.
ગુજરાતમાં કોરોના વાયરસના 7 કેસ નોંધાઈ ચૂકયાં છે. અમદાવાદમાં 3 કેસ, વડોદરામાં બે કેસ, સૂરત અને રાજકોટમાં એક-એક કેસ નોંધાયો છે. આ 7 પોઝિટિવ કેસો વિદેશથી ગુજરાતમાં આવ્યાં હતાં. તો કોરોનાને પગલે ગુજરાતના અનેક શહેરોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.