ગુજરાત

gujarat

ETV Bharat / city

31 ઓક્ટોબરથી અમદાવાદ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી-પ્લેન સેવા શરૂ, ટિકિટનો દર રૂ.1,500 - Sea Plane Service

દેશમાં પ્રાદેશિક જોડાણમાં પરિવર્તન લાવનાર તથા પ્રવાસ અને પ્રવાસનને મોટો વેગ આપવાના પગલાં સ્વરૂપે સ્પાઈસ જેટે અમદાવાદ (સાબરમતી રિવરફ્રન્ટ) અને ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી વચ્ચેની સી-પ્લેન સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌપ્રથમ સી-પ્લેનમાં બેસીને ઉદ્ધાટન કરશે.

31 ઓક્ટોબરથી અમદાવાદ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન સેવા શરૂ થશે
31 ઓક્ટોબરથી અમદાવાદ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેન સેવા શરૂ થશે

By

Published : Oct 28, 2020, 4:56 PM IST

Updated : Oct 28, 2020, 6:47 PM IST

  • અમદાવાદ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચા સી પ્લેન સેવા શરૂ થશે
  • વડાપ્રધાન 31 ઓક્ટોબરે સી પ્લેનમાં બેસી સેવાનો કરાવશે પ્રારંભ
  • સી-પ્લેન માત્ર 30 મિનિટમાં રિવરફ્રન્ટથી પહોંચાડશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી


અમદાવાદઃ ગુરુગ્રામ/અમદાવાદ- સ્પાઈસ જેટ અમદાવાદ-કેવડિયા રૂટ પર દરરોજ બે ફ્લાઈટ ઓપરેટ કરશે, જે 31 ઓક્ટોબરથી શરૂ થશે. ઉડાન યોજના અંતર્ગત ઓલ-ઈન્ક્લૂઝિવ વન-વે ફેર રૂ. 1500થી શરૂ થશે અને આ માટેની ટિકિટ 30 ઓક્ટોબરથી www.spiceshuttle.com વેબસાઈટ પર ઉપલબ્ધ થશે. સ્પાઈસ જેટ આ ફ્લાઈટ માટે 15-સીટર ટ્વિન ઓટ્ટર 300 એરક્રાફ્ટનો ઉપયોગ કરશે.

અમદાવાદથી 31 ઓકટોબરે સવારે 10.15 વાગ્યે ઊડાન ભરશે
આ ફ્લાઈટની શરૂઆત 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના સન્માનમાં થઈ છે. વિમાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પરથી સવારે 10.15 વાગે ઉડાન ભરશે અને સવારે 10.45 વાગે કેવિડયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટ પહોંચશે.

  • સી પ્લેનથી પ્રવાસનો સમય અડધો કલાક થઈ જશે
    સ્પાઈસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંઘે કહ્યું કે, અમારી પ્રથમ સી પ્લેન સર્વિસની શરૂઆત યાદગાર રહેશે. કારણ કે આ ભારતીય ઉડ્ડયન ઉદ્યોગના ઈતિહાસમાં સૌથી વધુ પ્રસિદ્ધ ઘટનાઓમાં પૈકીની એક હશે. અમને સ્પાઈસ જેટમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિમાન દ્વારા દેશના અંતરિયાળ વિસ્તારને જોડવાના વિઝનને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ ગર્વ છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ અને કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે અમારી સી-પ્લેન સર્વિસથી પ્રવાસનો સમય ઘટીને અડધો કલાકનો થઈ જશે તથા એમાં પ્રવાસીઓને ઉડાનનો વિશિષ્ટ, રોમાંચક અનુભવ મળશે, જે પ્રવાસ અને પ્રવાસન ક્ષેત્રને મોટો વેગ આપશે. નાનાં શહેરો અને નગરોને એર કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે માળખાગત સુવિધાના પડકારો મુખ્ય અવરોધ છે. નાનાં જળાશય પર ઉતરાણ કરવાની ક્ષમતા સાથે સીપ્લેન આદર્શ ફ્લાઇંગ મશીનો છે, જે ભારતના અંતરિયાળ વિસ્તારોને એરપોર્ટ્સ અને રનવેઝનું નિર્માણ કરવા માટે ઊંચો ખર્ચ કર્યા વિના મુખ્ય પ્રવાહના ઉડ્ડયન નેટવર્ક સાથે અસરકારક રીતે જોડી શકે છે.
  • ફ્લાઈટનું શિડ્યુલ
સ્થળથી સ્થળ સુધી પ્રસ્થાન આગમન ફ્રિક્વન્સી
અમદાવાદ કેવડિયા 10.15 10.45 દરરોજ
કેવડિયા અમદાવાદ 11.45 12.15 દરરોજ
અમદાવાદ કેવડિયા 12.45 13.15 દરરોજ
કેવડિયા અમદાવાદ 15.15 15.45 દરરોજ
Last Updated : Oct 28, 2020, 6:47 PM IST

ABOUT THE AUTHOR

...view details