- GU અને DRDO વચ્ચે MOU
- GU માં સંયુક્ત રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યોરિટી રિસર્ચની થશે સ્થાપના
- આ સેન્ટર પાછળ DRDO 100 કરોડથી વધુનું કરશે રોકાણ
અમદાવાદ: શહેરમાં એડવાન્સ ટેકનોલોજી સેન્ટર- સરદાર વલ્લભભાઈ પટેલ સેન્ટર ફોર સાયબર સિક્યુરીટી રિસર્ચની સ્થાપના માટે ગુજરાત યુનિવર્સિટી અને ભારત સરકારના સંરક્ષણ વિભાગના હસ્તકના ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) સાથે નવી દિલ્હી ખાતે 4 ઓક્ટોબરે MOU થયા હતા. આ MOU પ્રસંગે ભારત સરકારના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, સંરક્ષણ વિભાગના સેક્રેટરી અને DRDO ના ચેરમેન ડૉ. જી.સતીસ રેડ્ડી અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા હાજર રહ્યા હતા. આ MOU થી સંરક્ષણ અને તકનીકી ક્ષેત્રે જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ પ્રમાણમાં સંશોધન હાથ ધરવામાં આવશે. આ સેન્ટરથી 100 કરોડથી પણ વધુના રોકાણ સાથે સ્થાપવામાં આવશે.