- Salman khan visit Ahmedabad Gandhi Ashram વિવાદી બની
- સન્માન માટે પહેરાવાયેલી સૂતરની આંટી ગળામાં પહેરવાની જગ્યાએ હાથમાં વીંટી
- Salman Khan insults Gandhiji વાતો અને વર્તનમાં ભેદ જોવા મળ્યો
- સલમાનના ચાહકોએ ફોટો પડાવવા અને સેલ્ફી લેવા માટે બેરીકેડ તોડ્યાં
અમદાવાદઃ ગાંધી આશ્રમમાં આવતા VIP ( VIP Guest ) મુલાકાતીઓને આશ્રમમાં સૂતરની આંટી પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે. તે પ્રમાણે જ સલમાન ખાનનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ ગળામાં પહેરાવવામાં આવેલી સૂતરની આંટી સલમાને હાથમાં પહેરી લીધી હતી અને હાથમાં પહેરીને જ આશ્રમની મુલાકાત ( Salman khan visit Ahmedabad Gandhi Ashram ) કરી હતી. ઉપરાંત ગાંધીજીનો પારંપરિક રેટિયો પણ સલમાન ખાને હાથમાં સૂતરની આંટી લકીની જેમ પહેરીને (Salman Khan insults Gandhiji) જ ચલાવ્યો હતો.જેને લઇને વિવાદનો મુદ્દો ( Salman khan controversy ) ખડો થયો હતો.
સલમાનની ઝલક મેળવવામાં ચાહકોએ બેરિકેડ તોડી નાંખ્યાં
ગાંધી આશ્રમથી સલમાન ખાન નીકળતાં હતાં તે દરમિયાન આશ્રમમાં આવેલા મુલાકાતીઓ અને સલમાનના ચાહકોએ બેરીકેટિંગ તોડી નાખ્યાં હતાં. સલમાનના ફોટો પાડવામાં તથા તેમની સાથે ફોટો પડાવવા માટે પડાપડી કરી હતી. આશ્રમથી નીકળતા સમયે પણ લોકોએ સલમાનની ગાડીને પણ ઘેરી હતી.સલમાન ખાને આશ્રમની મુલાકાત બાદ ગાંધી આશ્રમ વિઝિટર બૂકમાં સંદેશ ( Gandhi Ashram visitor book Messages ) પણ લખ્યો હતો. જોકે આશ્રમની વિઝીટર બુકમાં સલમાને સંદેશમાં ( Salman Khan's message in Gandhi Ashram visitor book ) લખ્યું હતું કે આ જગ્યાએ આવીને મને ખુબ આનંદ થયો. અહીં આવીને પહેલી વખત રેટિયો ચલાવીને મને જે ખુશી થઈ છે તે ક્યારેય નહીં ભૂલું, ફરીવાર આશ્રમ આવવાની ઈચ્છા છે. આ રીતે સલમાન ખાનની વાતો અને વર્તનમાં ભેદ (Salman Khan insults Gandhiji) જોવા મળ્યો હતો.
સલમાનને રેટિંયો શીખવા ફરી આવવા જણાવ્યું