ગુજરાત

gujarat

ETV Bharat / city

STના ડ્રાઈવર-કંડક્ટરોનો પગાર રૂ.19,950 કરો, ધારાસભ્ય લાખા ભરવાડની રજૂઆત

એસટી નિગમના ડ્રાઈવર અને કંડક્ટર કક્ષાના કર્મચારીઓ દ્વારા વારંવાર પગાર સ્કેલ વધારવા અંગે ફરિયાદ કરવામાં આવે છે. આથી ધારાસભ્ય લાખા ભરવાડે એસટી નિગમના કર્મચારીઓના પગાર સ્કેલમાં સુધારો કરવા વાહન વ્યવહાર પ્રધાનને લેખિતમાં રજૂઆત કરી છે. જોકે, સરકાર એસટી નિગમના કર્મચારીઓના પગાર મુદ્દે વિચારણા કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

STના ડ્રાઈવર-કંડક્ટરોનો પગાર રૂ.19950 કરોઃ ધારાસભ્ય લાખા ભરવાડની રજૂઆત
STના ડ્રાઈવર-કંડક્ટરોનો પગાર રૂ.19950 કરોઃ ધારાસભ્ય લાખા ભરવાડની રજૂઆત

By

Published : Oct 29, 2020, 9:03 PM IST

  • એસટી નિગમના ડ્રાઈવર-કંડકટરના સ્કેલમાં સુધારો કરવા માગ
  • ધારાસભ્ય લાખા ભરવાડે લેખિતમાં પ્રધાનને કરી રજૂઆત
  • ડ્રાઈવરોના પગાર મુદ્દે સરકાર વિચારણા કરી રહી છે

વિરમગામઃ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડ્રાઈવર, કંડક્ટર સહિતના કર્મચારીઓના ગ્રેડ-પે સ્કેલ તેમ જ ફિક્સ પગારના ડ્રાઈવર-કંડક્ટરને પગાર ચૂકવવા બાબત મુખ્યપ્રધાનને રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં ફિક્સ પગારમાં ડ્રાઈવર અને કંડક્ટરને માસિક રૂ. 16 હજાર પગાર મળે છે, પરંતુ સરકારના ધારાધોરણ મુજબ તેમનો પગાર રૂ. 19,950 આપવા બાતબતે નિગમ લેવલે વિચારણા ચાલી રહી છે. એસટી નિગમના કર્મચારીઓના પગાર મુદ્દે ધારાસભ્ય લાખા ભરવાડે પણ વાહન વ્યવહાર પ્રધાનને લેખિતમાં રજૂઆત કરી છે.

STના ડ્રાઈવર-કંડક્ટરોનો પગાર રૂ.19950 કરોઃ ધારાસભ્ય લાખા ભરવાડની રજૂઆત

સરકારની ફિક્સ પગારની પોલિસી મુજબ રૂ. 19,950 પગાર મળવાપાત્ર છે

હાલમાં નિગમના સંચાલક મંડળ સમક્ષ દરખાસ્ત કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે, જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ જરૂરી દરખાસ્ત સરકારમાં કરવામાં આવશે. ડ્રાઈવરો અને કંડક્ટરો માટે સ્કૂલ ટૂ સ્કેલ પગાર ધોરણ અમલમાં મૂકાયો છે, જે મુજબ નિગમમાં માન્ય સંગઠન સાથે 7મા પગાર ધોરણનો અમલ કરવામાં આવ્યો છે. સરકારની ફિક્સ પગારની પોલિસીના જીઆર મુજબ કર્મચારીઓને માસિક પગાર રૂ. 19,950 મળવાપાત્ર છે, જેની સામે એસટી નિગમના ડ્રાઈવર-કંડકટરને હાલમાં ફક્ત માસિક રૂ. 16 હજાર જ પગાર મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details